Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 68
________________ સંઘ અવજ્ઞાશાસ્ત્ર-ચૈત્યવંદન મહાભાષ્ય પોતાની ક્રિયાને વખાણવી અને સકલ સંઘના વ્યવહારને દોષિત કરવો એનાથી પણ અધિક સંઘની અવજ્ઞા બીજી કઈ હોઈ શકે ? અર્થાત્ આનાથી અધિક બીજી કોઈ સંઘની અવજ્ઞા નથી. ઉપરોક્ત લેખકશ્રીનું લખાણ વિ.સં. ૨૦૪૪ના સંમેલનની બનેલી દુઃખદ ઘટનાઓને બરાબર બંધ બેસતુ આવે છે. હવે લેખકશ્રી તેના બચાવમાં કયા સંસ્કારો કરશે તે લેખકશ્રી જ જાણે ! વાસ્તવમાં શાસ્ત્રપાઠો નહિ આપી શકનારા લેખકશ્રીએ ચૈત્યવંદન મહાભાષ્યના નીચેના પૂ.આ. શાંતિસુરિજી મ.ના શાસ્ત્રપાઠો નજર અંદાજ કરવા જેવા નથી. एक्कं न कुणइ मूढो, सुयमुद्दिसिऊण नियकुबोहंमि । जणमन्नं पि पक्का, एयं बीयं महापावं ॥ મૂઢ જીવ શાસ્ત્રને લક્ષ્યમાં લઈ પોતે કરતો નથી તે પહેલું મહાપાપ છે, અને પોતાના કુબોધમાં બીજા લોકોને પણ પ્રવર્તાવે છે એ બીજું મહાપાપ છે. नत्थि परलोगमग्गे पमाणमन्नं जिणागमं मोत्तुं । आगमपुरस्सरं चिय करेइ तो सव्वकिच्चाई। પરલોક માર્ગમાં જિનાગમ વિના અન્ય કોઈ પ્રમાણભૂત નથી તેથી સઘળા કાર્યો આગમમાં બતાવ્યા મુજબ જ કરે. ચૈત્યવંદન મહાભાષ્ય-પૂ.આ.શ્રી શાંતિસૂરિજી મ. ઉપરના શાસ્ત્રપાઠોમાં ક્યાંય એકતા ખાતર શાસ્ત્રપાઠોને ગૌણ કરવા તેવું જણાવ્યું નથી. માટેજ શાસ્ત્ર સાપેક્ષ એકતા જ વાસ્તવમાં એકતા છે અન્યથા એકતાભાસ જ રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72