Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 58
________________ પ્ર. ૧૧ વિ.સં. ૨૦૫૫મા તપસ્વીસમ્રાટ આ. હિમાંશુસૂરિએ પોતાના ગુરુભગવંતોને વફાદાર રહી ભા.સુ. ઉદ્દયાત્ ચોથે આરાધના કરી તે યોગ્ય જ કર્યું હતું ? પ્ર. ૧૨ શુદ્ધ ઉદયતિથિ મળતી હોવા છતાં તેને પણ ફેરવી શકાય તેવું કયા શાસ્ત્રના આધારે આપ જણાવો છો ? શાસ્ત્રાધાર આપવા કૃપા કરશો ? પ્ર. ૧૩ સકલ સંઘને શાસ્ત્રસાપેક્ષ ઠરાવ કરવાનો અધિકાર છે કે શાસ્ત્રોને બાજુ પર રાખીને પણ ઠરાવ કરવાનો અધિકાર છે ? પ્ર. ૧૪ એક બાજુ આપ જણાવો છો કે ‘ક્ષયે પૂર્વા’ના અર્થઘટનમાં આપણે પડવું નથી બીજી બાજુ આપ આપના પુસ્તક ભાગ-૨ના પાના નં. ૨૫ ઉપર ‘એટલે આઠમ-ક્ષીણતિથિ હોય ત્યારે જો સાતમને આઠમ કરીને આરાધના કરી લેવામાં ન આવે તો એ એક આરાધના ગુમાવવી પડે છે.’ ઉપરોક્ત આપનું લખાણ આપના દાદાગુરુ આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજાએ કરેલા ‘ક્ષયેપૂર્વા’ના અર્થઘટનથી વિપરીત ગુરુદ્રોહ કરનારું નથી ? અને જ્યારે આપ પાના નં. ૨૫ ઉપર ખોટો અર્થ કરો જ છો તો પછી ‘આપણે તેના અર્થઘટનમાં પડવું નથી.’ તેવું ભદ્રિક જીવોને ભરમાવવાનું દુ:સાહસ શા માટે કરો છો ? તિથિ ૮નો ક્ષય છે તો, Jain. Education International 50 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72