________________
લેખશ્રીને નીચેના પ્રશ્નોના શાસ્ત્રાધારે ઉત્તરો આપવા નમ્ર વિનંતી. પ્ર. ૧ એક તિથિ પક્ષ વારંવાર એવી જાહેરાત કરે છે કે, ‘અમે સાચા હતા માટે પૂ.આ. ભુવનભાનુસુરિનો સમુદાય અમારામાં ભળી ગયો.’ તો આપનો સમુદાય એક તિથિ પક્ષે શાસ્ત્રીય સત્ય હતું માટે ભળ્યો કે અન્ય કારણે ભળ્યો ? આપે અગાઉ જ જણાવી દીધુ છે કે એકતિથિ પક્ષે શાસ્ત્રીય સત્ય છે નહિ.
પ્ર. ૨ પર્વ તિથિની વ્યાખ્યા શી ?
પ્ર. ૩ ‘પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ હોય જ નહિ એ આપ માન્યતા ધરાવો છો ? શાસ્ત્રાધાર આપવા કૃપા કરશોજી.
પ્ર. ૪ ‘ક્ષયેપૂર્વા’નું અર્થઘટન જે આપના ઉપકારી પ્રદાદાગુરુદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજાએ આપના જ મહાત્માના પ્રકાશન ‘વિવિધ પ્રશ્નોત્તર’માં કર્યું છે તે આપને મંજુર છે ?
પ્ર. ૫ ‘તિથિનો ક્ષય પણ અમુક મહિનામાં ન જ આવે અમુક મહિનામાં જ આવે, તેમાં પણ અમુક તિથિનો જ આવે, દરેક તિથિનો આવી શકે એવું નહિ....શાસ્ત્રોમાં આવું જણાવેલું છે' તેમાં સિદ્ધાંત ટિપ્પણમાં પણ પર્વતિથિનો ક્ષય આવતો હતો તે આપ સ્વીકારો છો ? આપના દાદાગુરુ ભગવંતોએ આપની જેમ આજ પર્યંત ઉદયાત્ ચોથ વિરાધી હોય તેવું ક્યારેય બન્યુ છે ખરું ?
પ્ર. ૬
Jain Education International
48
For Private & Personal Use Only
www.jainelibrary.org