Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 54
________________ અમારા મનને એમ કે શાસનમાં બધા ઠેકાણે આવશે. એમ ધારીને બળતા હૈયે કરતા હતા. આપણે સંમેલન થયું તે વખતે આ વાત કરી હતી. પણ તે વખતે તો “આ વિષય આપણા તપાગચ્છનો છે અને અહીં બીજા ગચ્છોના પણ આવેલ છે. આથી પડતી મૂકાઈ હતી. એ વાત રહી તે રહી અને બે પાંચમો આવી, એ વખતે મેં એ માટે પ્રયત્ન કરેલો અને અમાં ઉલટું ઉધું થયું. અને ઝેર રેડાયું. આથી વિચાર કર્યો કે બધાને ઠેકાણે લાવવા માટે આપણે અશુદ્ધ કરવું તે ઠીક નથી. પ્રશ્ન : પૂજ્ય શ્રી આનંદ વિમલસૂરીશ્વરજી મહારાજાના નામવાળું સોળમી સદીનું પાનું બતાવે છે તે શું? ઉત્તર : એ પાનામાં કેવું લખાણ છે તે તો જુઓ? એની ભાષા જુઓ ? આપણા ગચ્છની માન્યતાથી વિરુદ્ધની ગાથાઓ આમાં છે. પણ એ બધી વાત પછી. આપણે ટૂંકી જ વાત કરીએ. એ પાનું જો શ્રીતપાગચ્છની માન્યતા મુજબનું સાચું છે, એમ પૂરવાર થઈ જાય તો હું તેમ માનવા અને કરવા તૈયાર છું. અરે ભાઈ અત્યાર સુધી અમે જે આ કર્યું તેનું પ્રાયશ્ચિત લેવા પણ તૈયાર છું. પ્રશ્ન : આપે સં. ૧૯૯રમાં સંવત્સરી શનિવારે હતી છતાં રવિવારે કરેલી એ શાથી? ઉત્તર : એ વાત તો એવી છે કે.. એ વખતે વાટાઘાટની શબ્દ જાળમાં હું ઠગાયો હતો. વાતમાં હું ફસાયો, પણ મારી શ્રદ્ધા તો આ જ હતી.એથી તો મેં મારા બહારના સાધુઓને શનિવારે - 46 - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72