________________
સંવત્સરી કરવી એ જ બરાબર છે, એમ જણાવી દીધું હતું. વળી મને કોઈએ પૂછયું કે પૂછાવ્યું તે બધાને મેં ભા.સુદ-૪ શનિવારે જ સંવત્સરી કરવી જોઈએ, એમ કહ્યું હતું. મેં કહેલું કે - હું બોલમાં બંધાયો છું. પણ મારી શ્રદ્ધા એ જ છે કે, ભાદરવા સુદ-૪ને છોડીને ભાદરવા-સુદ પહેલી પાંચમે સંવત્સરી થાય જ નહિ. માટે હું તો એ જ કહેવાનો અને બને તેમની પાસે એ જ કરાવવાનો.
શાસ્ત્રોનું ચોખ્ખું વચન છે કે.
(“પૂર્વીતિય વૃતી તથોત્તર) ક્ષય હોય ત્યારે પૂર્વનીતિથિએ આરાધના કરવાની અને વૃદ્ધિ આવે ત્યારે ઉત્તરા એટલે પછીની તિથિએ આરાધના કરવાની.
આ નિયમ ક્ષય-વૃદ્ધિ વગરની તિથિએ કેમ લાગું પડે? જુઓ કે પાંચમનો ક્ષય આવ્યો ત્યારે મનાયો અને ઉદય તિથિની વિરાધનાન કરી, પણ વૃદ્ધિ આવી ત્યારે ઉદયતિથિ ચોથને વિરાધી. આ તો એવું થયું કે પરણવાની બાધા અને નાતરું મોકળું! તેઓ વેરવૃત્તિ વધે એવું કરે છે, માટે આપણે બોલતા નથી–બાકી હડહડતું અસત્ય છે.
શાસ્ત્રની ચોખ્ખી આજ્ઞા છે અને તે મુજબ જ આપણે તે વખતે ૧૯૯૨-૧૯૯૩માં સંવત્સરીમાં અને તે પછી ચૌદસની પફખી તથા ચોમાસીમાં માન્યતા રાખી છે. તે પાનું જે સાચું સાબિત કરે તો આપણને તે માનવામાં કશો વાંધો નથી. બાકી ગમે તેમ ચાલી પડેલી અને સારી આશાએ નભાવેલી વાતને પરંપરા મનાય જ નહિ.
47
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org