________________
વાત એવી હતી કે બધા સમજીને સાચું કરે તો સારું, પણ તેવો અવસર આવ્યો નહિ. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા, પણ
જ્યારે છેવટે જોયું કે બધાની વાટ જોતાં આખુંય જશે અને સાચી વાત મરી જશે. ત્યારે અમે જે પહેલેથી સાચું માનતા તે મુજબ આરાધવા માંડયું.
પ્રશ્ન : આપે પરંપરા લોપી કહેવાય?
ઉત્તર : પરંપરા શાની લોપી? આ પરંપરા કહેવાતી હશે? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય તેવી પરંપરા હોય જ નહિ. જુઓ તમને કોઈને કદાચ ખબર નહિ હોય પણ મારા અનુભવની વાત છે. આ વાત ૧૯૨૬ થી ૧૯૨૮ સુધીમાં બની છે. દેવસૂરના ઉપાશ્રયે નાગોરી શાળામાં ધરણેન્દ્રશ્રી પૂજ્ય હતા. તે વખતે પર્વતિથિઓની આવી હેરાફેરી કરવાનું તેમણે કરેલું. તે વખતે સુબાજી તેમની પાસે જતા હતા પણ ત્યારથી તેમણે ત્યાં જવાનું બંધ કર્યું. બે ચારવાર તેમને શ્રી પૂજ્યના કોટવાલો તેડવા આવ્યા પણ તેમણે કહી દીધું કે અસત્ય પ્રરૂપણા થઈ માટે હું નહિ આવું. તે વખતે શ્રી મૂલચંદજી મહારાજા વગેરેને પણ ઘણું દુઃખ થયું કે આ બધું ખોટું થાય છે. પણ તે વખતે સાધુઓ થોડા અને શ્રીપૂજ્યોનું બળ ઘણું. તે વખતે ઉહાપોહ પણ થયેલા પણ ચાલી પડયું. શ્રી મૂલચંદજી મહારાજા અને સૂબાજીને એ વખતે જે કરવું પડ્યું તે બદલ બહુ દુઃખ થયેલું બહુ પ્રચાતાપ થયેલો. આવી રીતે ચાલેલી પરંપરા તે સત્ય કહેવાય કે અસત્ય ? તે વિચારો. અમે જાણતા હતા કે આવી રીતે પર્વતિથિની વિરાધના કરવી એ ખોટું છે. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org