________________
પરિશિષ્ટ - ૧ સંઘસ્થવિર, વચનસિદ્ધ, સંયમતપોમૂર્તિ પૂ. આચાર્યદેવ શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજાનો તિથિ અંગે અગત્યનો ખુલાસો
યાને તિથિ અંગે સત્ય અને હેરાફેરીનો ઈતિહાસ
સં. ૧૯૯૭, કાર્તિક સુદ-પ્રથમ પુનમ, ગુરુવાર, ચોમાસા પરિવર્તનનો પ્રસંગ, હાજા પટેલની પોળ (અમદાવાદ), શ્રીવીશા શ્રીમાળીની વાડીમાં વ્યાખ્યાનમાં પૂ. બાપજી મહારાજાએ તથા પૂ.આ.ભ. શ્રી વિ. ભદ્રકરસૂરિજી મહારાજે (તે વખતે પૂ.મુ. શ્રીભદ્રંકર વિજયજી મહારાજે) તિથિ વિષયક શ્રી મોહનલાલ પોપટલાલ વકીલ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના આપેલા ઉત્તરો.
પ્રશ્ન : બે પૂનમ સંબંધી આપની માન્યતા શું છે?
ઉત્તર : ચતુર્દશી છતી વિરાધીને પૂનમે ચતુર્દશી કરવી એ મહાપાપ છે. માતાને ધાવવાથી બાળકની પુષ્ટિ થાય. પણ મરેલી માતાને ધાવવા થકી પુષ્ટિ થાય નહિ. પૂનમે ચોમાસી વગેરે થાય નહિ.
(નોંધ : બે પૂનમ હોય ત્યારે બે તેરસ કરી, પ્રથમ પૂનમે ચોમાસી-ચૌદસ ગણી આરાધના થાય નહિ. કારણકે પ્રથમ પૂનમ હકીકતમાં ચૌદસ જ નથી.)
પ્રશ્ન : આપે અત્યાર સુધી પહેલાં તેમ કરેલું તેનું શું? ઉત્તર : જુઓ લખું ખાય તે ચોપડ્યાની આશાએ. આ = 44
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org