Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 57
________________ પ્ર. ૭ સિદ્ધાંત ટિપ્પણામાં પોષ અને અષાઢ માસની જ વૃદ્ધિ હોવા છતાં લૌકિક પંચાંગના બીજા પણ અધિક માસ આપ સ્વીકારો છો ત્યાં કોઈ સંસ્કાર કરતા નથી. તે રીતે કલ્પસૂત્ર ગ્રંથની ટીકામાં પૂ.ઉ. વિનયવિજયજી મહારાજે શંકાનું નીચે મુજબ સમાધાન કર્યું તે આપને સ્વીકાર્ય કેમ નથી ? ...भाद्रपदवृद्धौ प्रथमो भाद्रपदोऽपि अप्रमाणमेव, यथा चतुर्दशी वृद्धौ प्रथमांचतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियतेतथाऽत्रापि અર્થ : ભાદરવા મહિનાની વૃદ્ધિ આવે ત્યારે પ્રથમ ભાદરવો અપ્રમાણ જ છે, જેમ ચૌદશની વૃદ્ધિ આવે ત્યારે પહેલી ચૌદશની અવગણના કરીને બીજી ચૌદશે પ્રતિક્રમણ કરાય છે, તેમ અહીં પણ પ્ર. ૮ પૂ. સાગરજી મહારાજના પરસ્પર વિરોધી મંતવ્યો અંગે આપનો શો અભિપ્રાય છે ? પ્ર. ૯ વિ.સં. ૨૦૪રના પટ્ટકમાં જે આચાર્ય ભગવંતોએ સહી કરીને પાછી ખેંચી લીધી તે ગીતાર્થતા અંગે આપ ક્યા સંસ્કાર કરશો ? પ્ર. ૧૦ વિ.સં. ૨૦૪૪ના સંમેલનના તિથિ અંગેના ઠારાવને સાગર સમુદાયના ગચ્છાધિપતિ આ. દર્શનસાગરસૂરિએ અમાન્ય જાહેર કર્યો તો આપ તેને સંઘ અવજ્ઞા કહેશો ? કે પછી પાસત્થાના લક્ષણમાં ખપાવશો? કે તેઓ સાચા હતા તેમ કહેશો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72