________________
અર્થ : જે તિથિને પામીને સૂર્ય ઉદયને પામે છે, તે તિથિ દાન, અધ્યયન વગેરે કાર્યોમાં સંપૂર્ણ જાણવી જોઈએ.’
આટલા શાસ્ત્રપાઠો ઉદયતિથિના આપ્યા છે. એકપણ શાસ્ત્રપાઠ એવો નથી કે શુદ્ધઉદયતિથિ મળતી હોવા છતાં તેને છોડવી તેમ જણાવતો હોય. તો પછી એ શાસ્ત્રપાઠપુરવાર કરવાની જવાબદારી લેખકશ્રીની છે.
ઉપર સબળ શાસ્ત્રપુરાવા આપ્યા છતાં લેખકશ્રીને પ્રતીતિ ન થતી હોય તો, અથવા ન જ કરવી હોય તો એક જ દિવસે આરાધના કરવી કે શુદ્ધ ઉદયાત્ તિથિ પકડવી આવો પ્રશ્ન નિર્માણ થયો હોય તે વખતે ઉદયાત્ તિથિને છોડવી તેવું લેખકશ્રી માનતા હોય તો તે શાસ્ત્રપાઠ, પૂર્વાચાર્યના પ્રામાણિક સંદર્ભો-શાસ્ત્રપાઠ વિ. આપવાની જવાબદારી લેખકશ્રીની છે.
બાકી તપાગચ્છના શાસ્ત્રો એકી અવાજે સ્પષ્ટ જણાવે છે કે શુદ્ધ ઉદયતિથિ મળે તો તે ઉદયતિથિને છોડી અન્ય તિથિ આરાધવાથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર મહાદોષ લાગે લાગે અને લાગેજ.
34
we
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org