Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 43
________________ લેખકશ્રી અંતિમ પૃષ્ઠ ઉપર જણાવે છે કે, “તો પછી શ્રી તપાગચ્છ સંઘ તેરસની ક્ષયવૃદ્ધિ કરતો હોય એટલા માત્રથી એને આજ્ઞાભંગ વગેરે દોષો શી રીતે લાગી જાય? અમે કરીએ તો અમને દોષ ન લાગે અને શ્રી સંઘ તેરસની ક્ષય વૃદ્ધિ કરે તો શ્રી સંઘને દોષ લાગે. આ તે કેવો ન્યાય ?' આનું સમાધાન આપણે પૂ. બાપજી મહારાજાના શબ્દોમાં જ જોઈએ “શાસ્ત્રની આજ્ઞા મુજબ તો બે પૂનમની બે તેરસ અને પૂનમના ક્ષયે તેરસનો ક્ષય થાય-કરે નહિ.” તથા આનું સમાધાન આપણે લેખકશ્રીના જ પ્રકાશન વિવિધ પ્રશ્નોત્તરના આધારે તેમના જ પ્રદાદાગુરુ પૂ.આ. દાનસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં જોઈએ. (પૃષ્ઠ ૩૪૨) xxx" ટીપ્પણામાં જો પૂનમનો ક્ષય હોય તો તેનો ક્ષય પૂર્વતિથિ ચતુર્દશીમાં હોવાથી શાસ્ત્રાધારે ચઉદશને દિવસે બંને તિથિનું આરાધન કરવું પણ તેરસને દિવસે ચઉદશ અને ચઉદશને દિવસે પૂનમ એમ ન કરવું. xxx xxx ‘શાસ્ત્રની નીતિ પ્રમાણે તો પૂનમનો ક્ષય હોય ત્યારે પણ ચતુર્દશી જ ગ્રહણ કરાય છે. કેમકે ઉદયતિથિ ચતુર્દશી જ છે એટલે શાસ્ત્રનો આધાર તેરસે, ચતુર્દશી અને ચતુર્દશીએ પૂનમ એમ કરવાનું કહેતો નથી.' xxx Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72