Book Title: Ek Tatastha Samiksha Part 2
Author(s): Kiran B Shah
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 25
________________ આ મુજબ પોતાના જ પ્રદાદાગુરુદેવ સ્વ.આ.દેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજા જ્યારે બે પાંચમનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે ત્યારે તેમાં સંસ્કાર કરવા તે શ્રમણત્વને અને શિષ્યત્વને કલંક છે. તેમ કોઈપણ તટસ્થ વ્યક્તિ કહ્યા વગર નહિ રહે. ૪. અરે ! ખુદ જેના શિલાન્યાસ અને ખાત મૂહત પ્રસંગે સ્વ.પૂઆ.ભ. ભુવનભાનુસૂરિ એ નિશ્રા પ્રદાન કરેલી તેવા મદ્રાસના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે એક તિથિ પક્ષે બે ચૌદસનો કરેલો ઉલ્લેખ - સાતમી નૈવેદ્ય પુજાસે અણાહારી પદ હેતુ સાતવો દિન વિ.સં. ૨૦૫ર જ્યેષ્ઠ વદ ૧૪ ગુરુવાર દિનાંક ૧૬-૫-૯૬ અષ્ટમી ગતિ પ્રાપ્ત કરને હેતુ આઠવા દિન વિ.સં. ૨૦૫ર યેષ્ઠ વદ ૧૪ શુક્રવાર દિનાંક ૧૭-પ-૯૬ નિમંત્રક: શ્રી જૈન સંઘ ટ્રસ્ટ, ૨, મદન નારાયણ સ્ટ્રીટ, મૈલાપુર, મદ્રાસ - ૬૦૦૦૪. લૌકિક પંચાંગને વગર સંસ્કારે માની લેવુ તે જૈનત્વનું કલંક છે તેમ કહેનારા લેખકશ્રી ઉપર મુજબ એક તિથિ પક્ષે કરેલા બે ચૌદસના ઉલ્લેખને સંસ્કાર ન કર્યા માટે) કર્યું કલંક કહેશે ? કે પછી બચાવ કરશે? આતો કૃષ્ણ કરે તે લીલા, બીજા કરે તે છીનાળું જેવો ઘાટ થયો! સુજ્ઞ વાંચકોઆપજ સમજી શકશો કે લેખકશ્રી આ બળતા ઘરને ક્યાં સુધી બચાવશે ? અત્યારે તો તે બળતા ઘરની જવાળાઓ ખૂદ લેખકશ્રીને જ દઝાડી રહી છે અને જળનો જોગ 17 : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72