________________
ઉપરાંત લેખકશ્રીના અનુસાર પૂ.આ. મેરુપ્રભસૂરિ મ.ને પણ સમાધાનો આપવા પડ્યા. તેજ બતાવે છે ક સંમેલનના નિર્ણયોમાં ગંભિર ભૂલો થઈ છે. અને તે પત્ર અમારી પાસે નથી તો અમે કેવી રીતે રજુ કરીએ ? અમે લેખકશ્રીને જ વિનંતી કરીએ છીએ કે તેઓશ્રી તે સમાધાનોનો પત્ર અને તેનો પણ પ્રત્યુત્તર રજુ કરે. પાંચ પાંચ વર્ષે સમાધાનો રજુ કરવા પડે તે સમેલનની સૌથી મોટામાં મોટી નાલેશી છે. છતાં લેખકશ્રી જણાવે છે કે તેઓશ્રીના પત્રને ધ્યાનથી વાંચશો તો જણાશે કે તેઓશ્રી પણ એકતાને જ સૌથી મહત્વની માનતા હતા? – અમે પણ લેખશ્રીને પ્રશ્ન કરીએ છીએ કે જો અધ્યક્ષશ્રી એકતાનેજ સૌથી મહત્વની માનતા હતા તો વિ.સં. ૨૦૪રના પટ્ટમાં સહી કરવાનો કેમ ધરાર ઈન્કાર કર્યો? શા માટે સકળ સંઘથી સંવત્સરી અલગ કરી ? પોતાના દાદાગુરૂદેવ સ્વ.આ.ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ સકળ સંઘથી અલગ આરાધના કરી તેમણે પાછળથી પ્રાયશ્ચિત કર્યું તેમ કહેવાની ધૃષ્ટતા કરનાર લેખશ્રી સંમેલનના અધ્યક્ષે વિ.સં. ૨૦૪રમાં સકળ સંઘથી અલગ આરાધના કરી તેના માટે એક હરફ પણ કેમ ઉચ્ચારતા નથી? લેખશ્રીનો આ કહેવાતી એકતાનો અંધાપો કંઈ જ જોવા તૈયાર થતો નથી એ અત્યંત આઘાતજનક છે. હવે એ સંમેલનના મૃતકને ખભે લઈને ફરનારા લેખકશ્રીને નીચેના પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવવા વિનંતી.
= 25
=
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org