________________
પ્રમાણિક પણે રજુઆત કરી છે અને એક જ દિવસે આરાધના કરવી કે ઉદયાત્ તિથિ પકડવી આવો પ્રશ્ન નિર્માણ થયો હોય ને એવે વખતે ઉદયાત્ તિથિ પકડવી. આવુ માર્ગદર્શન આપનાર પૂર્વાચાર્યના સંદર્ભ ટાંકયો છે, તોજ હવે આ પ્રકાશન અંગે યોગ્ય વિચાર કરવો, અન્યથા નહિ આવી મારી ગણતરી છે એની સર્વેને નોંધ લેવા વિનંતી.'
જો લેખકશ્રીને પ્રતીતિ કરવી જ હશે તો તેમની કલમ પ્રમાણે શાસ્ત્રબોધ ધરાવનાર વ્યક્તિએ પ્રમાણિકપણે રજુઆત કરી છે તે સંતોષવા અમે શાસ્ત્રબોધ ધરાવનાર, સકલામરહસ્યવેદીનું બિરૂદ જેઓશ્રી ધરાવે છે તે લેખકશ્રીના જ પ્રદાદાગુરુદેવ સ્વ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજાના જ શબ્દો અને તે પણ લેખકશ્રીના જ પ્રકાશનમાં તેઓએ રજુ કર્યા છે તે અત્રે અમે રજુ કરીએ છીએ જેમાં તેમની કલમ-ર પણ સંતોષાઈ જાય છે.
‘વિવિધ પ્રશ્નોત્તર’ પૃષ્ઠ ૩૪૩ ઉપર સ્વ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજાના શબ્દોમાં, ‘આરાધ્ય તિથિઓને માટે શ્રી શાસ્ત્રકાર મહારાજનો જેવો નિયમ ક્ષયમાં પૂર્વ તિથિ ગ્રહણ કરવા માટેનો છે; તેવો જ નિયમ ઉદયમાં જે તિથિ હોય તે કાયમ રાખવાનો
છે.”
આ તિથિઓને ફેરવવી શાસ્ત્રકાર મહારાજને બિલકુલ ઈષ્ટ નથી. સૂર્યોદયમાં રહેલી એ તિથિઓને જેઓ ફેરવે છે તેમની શાસ્ત્રકાર મહારાજા કડક શબ્દોમાં ખબર પણ લઈ નાંખે છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org