________________
સંમેલનની મોટામાં મોટી નાલેશી વધુમાં લેખશ્રી પૃષ્ઠ. ૩ર ઉપર જણાવે છે કે,
લેખકને (એટલે મને) પોતાને હૃદયદ્રાવક લાગી ગયેલો સ્વ.પૂ. રામસુરિ ડહેલાવાળાનો પત્ર છાપ્યો છે, તો એની સામે પૂ. મેરુપ્રભસૂરિ મહારાજે લખેલા સમાધાનોના પત્રનો ઉલ્લેખ સુદ્ધાં કેમ નથી કર્યો? ખરેખર તો લેખકે (એટલે મારે) વિચારવું જોઈએ કે આ પત્ર લખ્યા પછી પૂજ્ય શ્રી ઘણા વર્ષો જીવ્યા શ્રી સંઘમાં મહદઅંશે સઘાયેલી એકતાના સમર્થક અને પ્રોત્સાહક કેમ રહ્યા? જો એકતા ન જ સઘાઈ હોત તો તેઓ છેક સુધી અધ્યક્ષપદે કઈ રીતે ચાલુ રહ્યા? નવા પક્ષવાળા પણ તેમને અનેક પ્રસંગે અધ્યક્ષ' સમજીને ચાલતા રહ્યા તે કઈ રીતે ? તથા તેઓશ્રીના પત્રને ધ્યાનથી વાંચતા જણાશે કે તેઓશ્રી પણ એકતાનેજ સૌથી વધારે મહત્વની માનતા હતા. ને તેથી જીવનના અંત સુધી એ માટેની જ તેઓશ્રીની ઈચ્છા ને પ્રયત્ન રહ્યા હતા? અસ્તુ.”
સૌથી પહેલા તો લેખકશ્રીએ વિચારવું જોઈએ કે સંમેલનની પુર્ણાહુતિના પાંચ પાંચ વર્ષો સુધી રાહ જોયા બાદ ભા.સુ.૧૦ વિ.સં. ૨૦૪૯માં અધ્યક્ષશ્રીએ પોતાની વેદના ઠાલવતો પત્ર લખ્યો છે. અધ્યક્ષશ્રી એ પાંચ પાંચ વર્ષો સુધી વેદના સહન કર્યા પછી કોઈ જ ઉપાય રહ્યો નહિ ત્યારે નિખાલસ પણે સત્ય સમગ્ર તપાગચ્છના ધ્યાનમાં લાવ્યું છે. તે અધ્યક્ષશ્રીની નિખાલસતા લેખકશ્રીએ નજર અંદાજ કરવા જેવી નથી.
24
~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org