________________
પ્રકાશનો અને તેમના સિંહસત્વ માટે પેટ ભરીને ગુણગાન ગાય, તે મહાપુરુષ માટે કુલાંગાર જ આટલુ અધમ કક્ષાનું લખાણ કરી શકે છે. કાલે લેખકશ્રી પોતાની ઉજજવળ પરંપરાના પૂ. આત્મારામજી મહારાજા, પૂ.આ.ભ. દાનસૂરીશ્વરજી મહારાજા તથા અન્ય કોઈપણ મહાપુરુષ માટે તત્કાલિન મહાત્માઓના નામે ગમે તેવું લખાણ, ગમે તેટલી નિમ્નકક્ષાનું લખાણ લખે તો નવાઈ પામતા નહિ! માટે જ મારો આ પ્રયત્ન લેખકશ્રીની મનોદશા સુજ્ઞ વાચકો સુધી પહોંચાડવાનો છે. જે આટલી નિમ્નકક્ષાએ લખાણ લખી શકે તેની દેયતા કેટલી ?'
પુરુષ વિશ્વાસે વચન વિસ્વાસ.” એકવાર આવા હડહડતા ગોળા ગબડાવનાર લેખકશ્રી માટે પુરુષ વિશ્વાસે વચન વિસ્વાસ વાંચકોના હૃદયમાંથી નિકળી જાય અને સુજ્ઞ વાંચકો લેખકશ્રી કેટલી નિમ્નકક્ષાએ જઈ શકે છે તે જાણી લે તેજ આ લખાણ માટેના પ્રયત્ન છે. - પૂ. પ્રેમસુરિ દાદા માટે અને પૂ. બાપજી મહારાજા માટે આટલી નિમ્નકક્ષાનું લખાણ કોઈપણ પ્રેમસુરિ સંતાન અથવા પૂ. બાપજી મહારાજાના સંતાનો બરદાસ્ત કરી શકે નહિ. લેખકશ્રીનો વિશ્વાસ ક્યાં રાખવો?
આ તબક્કે અમે લેખકશ્રીને ભારપૂર્વક જણાવીએ છીએ કે યા નક્કર પુરાવાઓ સાથે પુરવાર કરો અથવા મિચ્છામિ દુક્કડમ પાઠવો. 22
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org