________________
પૂર્વક કરાવીને છપાવેલો તે મહાત્માએ તેના માટે ભારપૂર્વક અફસોસ વ્યક્ત કરીને પ્રાયશ્ચિત પણ લીધેલું છે. એટલે પૂ. બાપજી મ.ના આ કહેવાતા ખુલાસામાં વાસ્તવિકતા શું છે? એ સમજી શકાય એમ છે.'
સુજ્ઞ વાંચકો જ લેખકશ્રીને પ્રશ્ન કરશે કે અમારે પૂ. બાપજી મહારાજાના જાહેર ખુલાસા, જાહેર નિવેદનો વર્ષો પૂર્વે સત્તાવાર રીતે પ્રગટ થયા છે તે માનવા કે તમારા આવા નિમ્નકક્ષાના પ્રયત્નોમાં સાથ પુરાવવો? આક્ષેપ પુરવાર કરો અથવા મિચ્છામિ દુક્કડમ્ પાઠવો
અમારો લેખકશ્રીને જાહેર પડકાર છે કે પૂ. બાપજી મહારાજા માટે જે નિમ્નકક્ષાના આરોપો મુક્યા છે તે નક્કર પુરાવાઓ સાથે જાહેર કરે. જે તત્કાલિન મહાત્માઓ હોય તેમના નિવેદનો સાથે નામ જાહેર કરે અને જે મહાત્માએ દબાણપૂર્વક ખુલાસો પૂ. બાપજી મહારાજા પાસે કરાવ્યો તે મહાત્માનું નામ યોગ્ય નક્કર પુરાવાઓ સાથે પુરવાર કરે અને તે મહાત્માએ પણ ભારપૂર્વક અફસોસ વ્યક્ત કરી પ્રાયશ્ચિત પણ લીધુ છે તે પુરવાર કરે અથવા મિચ્છામિ દુક્કડમ્ પાઠવે.
સુજ્ઞ વાંચકો! આપ સમજી શકો છો કે પૂ. બાપજી મહારાજા જેવી અત્યંત પૂજ્ય સ્થાન ધરાવતી વ્યક્તિ માટે આટલુ નિરાધાર, નિમ્નકક્ષાનું, નક્કર પુરાવા વિનાનું, હવામાં વાતો કરવા જેવું લખાણ માત્ર કુલાંગાર જ કરી શકે, દુશ્મન પણ તેમના જાહેર લખાણો, જાહેર 21
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org