________________
શાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ ?
સમાધાન : શ્રી સ્થાનાંગ સૂત્ર તથા સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ સુત્રો અને જ્યોતિષ કરંડક આદિ પ્રકરણોને અનુસારે સાફ સાફ જણાય છે કે બીજ, પાંચમ આદિ પર્વતિથિઓનો ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની વૃદ્ધિ થવાનો પ્રસંગ ઓછો છે. છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસંગો નિયત છે. (સિદ્ધચક્ર વર્ષ-૫ અંક-૨ પૃ-૭)
૨. શ્રી કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
...માત્ર વૃતી પ્રથમ માતપતોષત્તિ સપ્રમાણમેવ, यथा चतुर्दशी वृद्धौ प्रथमां चतुर्दशीमवगण्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते तथाऽत्रापि
અર્થ : ભાદરવા મહિનાની વૃદ્ધિ આવે ત્યારે પ્રથમ ભાદરવો અપ્રમાણ જ છે, જેમ ચૌદશની વૃદ્ધિ આવે ત્યારે પહેલી ચૌદશની અવગણના કરીને બીજી ચૌદશે પ્રતિક્રમણ કરાય છે, તેમ અહીં
પણ
શ્રી કલ્પસૂત્રની આ ટીકામાં પહેલી ચૌદશની અવગણના કરવાનું જણાવ્યું છે, જ્યારે લેખકશ્રીના કહેવા મુજબ નપુંસકતિથિ હોતી જ નથી-તે વાતને કોઈ મેળ જ નથી. વળી તે વખતે પણ બે ચૌદશ જ કરાતી હતી. બે ચૌદશની એ તેરસ ન્હોતી કરાતી પણ બે ચૌદશને યથાવત્ રાખી બીજી ચૌદશે પફખીનું કાર્ય કરાતું - 15
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org