________________
કુમતિ ચાતુર્ય ક્યાં સુધી છુપુ રહેશે? વધુમાં લેખકશ્રી પૃષ્ઠ ૩૧ ઉપર જણાવે છે કે,
સંભારણા સુરિ પ્રેમના ગ્રંથમાંથી લેખકે જે પંક્તિઓ છાપી છે.તથા આ ચૂકાદાને માન્ય કરવામાં ન આવ્યો’ એવી જે પંક્તિ તેઓએ ઉધ્ધત કરી તેનાથી પણ સૂચિત થાય છે કે શ્રી તપાગચ્છ જૈન સંઘે ભાગલાવાદને ઉત્તેજન આપ્યું નથી'
લેખકશ્રી તેઓના જ પ્રકાશનનું લખાણ, શ્રી વિજય રામચંદ્રસૂરિજીનો પક્ષ જ સત્ય છે. પણ લેખિત રીતે કબૂલ થવા છતાં સામા પક્ષ તરફથી આ ચુકાદાને માન્ય કરવામાં ન આવ્યો આમાંથી લેખકશ્રીએ,
‘પણ લેખિત રીતે કબુલ થવા છતાં સામાપક્ષ તરફથી
શબ્દો પોતાના પ્રસ્તુત પુસ્તક ભાગ-રમાં ઈરાદાપૂર્વક ઉડાવી દીધા છે અને માત્ર “આ ચૂકાદાને માન્ય કરવામાં ન આવ્યો
તેમ લખી જાણે આ ચૂકાદો સમગ્ર તપાગચ્છ સંધે અમાન્ય કર્યો હોય તેવી આભા ઊભી કરવાનો એક ફરી નિમ્નકક્ષાનો પ્રયત્ન કર્યો છે. વાસ્તવમાં સાગરજી મહારાજાએ લેખિત કબુલાત આપીને ચુકાદો ના કબુલ કર્યો હતો.
સુજ્ઞ વાચકોને ખ્યાલ છે કે બન્ને આચાર્ય ભગવંતો પૂ. સાગરજી મહારાજા અને પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની દરમ્યાનગિરી દ્વારા વિદ્વાન મધ્યસ્થ પંચ નો નિર્ણય બન્નેને માન્ય રહેશે તેવી લેખિત કબુલાત કરેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org