________________
અમે પણ લેખકશ્રીને તેજ પૂછીએ છીએ કે સ્વ.પૂ.આ. દાનસૂરીશ્વરજી મહારાજાએ લેખકશ્રીની જેમ ક્યારેય ઉદયાત્ ચોથ વિરાધી નથી. અરે ! લેખકશ્રી પોતાના દાદાગુરુદેવો પૂ. આત્મારામજી મહારાજાની ઉજળી પરંપરા (જે લેખકશ્રીએ છોડી દીધી)માં કોઈએ પણ ભા.સુ. ઉદયાત્ ચોથ વિરોધી હોય તો પુરવાર કરે, કોઈએ પણ પ્રથમ પાંચમ ને કુત્રિમ ચોથ બનાવી આરાધી હોય તો પુરવાર કરે અન્યથા ગુરદ્રોહના અંશથી પણ બચી શકાય તેમ નથી જ. બાકી તો બધા જ મહત્વ આપે છે કે આખા સંઘની આરાધના એક દિવસે જ થાય પણ લેખકશ્રીએ એમાં આરાધના શાસ્ત્રાધારે એક દિવસે જ થાય તેમ લખવું તો શાસ્ત્રવફાદારોને કોઈ વાંધો છે જ નહિ.
આક્ષેપ પુરવાર કરો યા મિચ્છામિ દુક્કડમ્ પાઠવો.
હવે તેજ પ્રસ્તુત પુસ્તક ભાગ-રના પૃષ્ઠ ૩૦ ઉપર લેખકશ્રી જણાવે છે કે
સ્વ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ સંઘથી અલગ છે આરાધના કરી એનું મિચ્છામિ દુક્કડમ્ આપ્યું છે.'
અમને ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે લેખકશ્રીએ પોતાના પરમગુરુદાદાશ્રી પ્રેમસૂરીશ્વરજી મ. માટે ઉપરોક્ત લખાણ લખ્યું છે તે જાણી કોઈપણ મધ્યસ્થ વ્યક્તિ કહી શકશે કે આ તેમના શિષ્યત્વને કલંક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org