________________
एकोऽपि शास्त्र नीत्या यो, वर्तते स महाजनः । फिमज्ञसार्थेः १ शतमप्यन्धानां नैव पश्यति
શાસ્ત્રને અનુસાર વર્તન કરનાર એક પુરુષ હોય તો પણ તે મહાજન જ છે. ભેગા થયેલા અનેક જીવો પણ જો અજ્ઞાની હોય તો તે જેમ સેંકડો આંધળાઓ ભેગા થાય તો પણ જોઈ શકતા નથી તેમ વસ્તુને યથાર્થ જાણી શકતા નથી
(યોગવિંશિકાની ટીકામાં પૂ. ઉપા. યશોવિજયજી મ.)
આજ વાત પૂ.પં. ચંદ્રશેખર વિજયજી મ. તેઓશ્રીના પુસ્તક સંસારમાં જણાવે છે,
‘જમાનો બહુમતિની તરફેણ કરનારો ભલે હોય પણ શ્રી જિનશાસન તો જિનમતિમાં જ માને છે. ભલે પછી તેની તરફેણમાં એક જ વ્યક્તિ હોય.'
શ્રી જિનશાસનમાં શાંતિના ભોગે પણ જિનમતિ-સત્યની રક્ષા કરવાની છે. સત્યના ભોગે સહુમતિ-શાંતિની નહિ જ. એમ થાય તો શાંતિનો વિજય થાય, સત્યનો પરાજય થાય. સત્ય કરતા શાંતિની કિંમત વધી જાય. સત્યનો ભોગ એટલે જિનમતિનો ભોગ”
વળી લેખકશ્રી જણાવે છે કે
તેઓશ્રીએ ક્યારેય સંઘથી અલગ પડીને આરાધના કરી નહોતી’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org