________________
२ क्षयेपूर्वा तिथि कार्या, वृद्धौकार्या तथोत्तरा ।
તિથિ (સર્વપર્વોપર્વ)નો ક્ષય હોય તો તેની પૂર્વ તિથિમાં આરાધના કરવી. તિથિ ની વૃદ્ધિ હોય તો ઉત્તરની તિથિએ આરાધના કરવી (પૂ. ઉમાસ્વાતિ ભગવાનના પ્રધાષાનુસાર) 3 जंजा जम्मि हु दिवसे, समप्पइ सा पमाणंति.
અર્થ : જે તિથિ જે દિવસે સમાપ્ત થાય તે પ્રમાણ ગણાય.
તો પછી તેનાથી વિપરિત પ્રરૂપણા લેખકશ્રી કયા શાસ્ત્રોના આધારે અને પૂર્વાચાર્યોના સંદર્ભો ઉપરથી કરે છે? તે સુજ્ઞ વાચકોએ જ વિચારવું રહ્યું.
પૂ. આત્મારામજી મહારાજા, પૂ. બાપજી મહારાજા, પૂ. દાનસૂરીશ્વરજી મહારાજા, પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા વિ. તમામ મહાપુરુષોએ પણ એકી અવાજે ઉપરોક્ત શાસ્ત્રપાઠાનુસાર ભાદરવા સુદ ઉદયાત્ ચોથ આરાધી છે. તો લેખકશ્રીને પોતાના ગુરૂદેવોની ઉજજવળ પરંપરાને છોડીને પ્રથમ પાંચમને કુત્રિમ ચોથ બનાવીને આરાધના કરવાની શી જરૂર પડી ? ઉદયાત ચોથ વિરાધવાની જરૂર શી પડી ?
લેખકશ્રીને ખાસ વિનંતી કરીએ છીએ કે પોતાની સ્વમતિ કલ્પિત વાતો “શ્રી સંઘના નામે “ગીતાર્થતાના નામે ચઢાવીને રજુઆત ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org