________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપયોગ જીવનું લક્ષણ છે]
[૧૭ ભાવાર્થ
૧. સામાન્ય લક્ષણ - અહીં જે જીવનું લક્ષણ વ્યવહારનયે કહ્યું છે તેમાં સંસારી કે મુક્ત જીવોનું જુદું-જુદું સ્થન કર્યું નથી તેથી સામાન્ય છે; એક આ કારણ છે; બીજું કારણ એ છે કે શુદ્ધ જ્ઞાન-દર્શન એવું કથન કર્યા વિના, જ્ઞાન-દર્શન ઉપયોગોના સામાન્ય પણે ભેદ કરવામાં આવ્યા છે, માટે તેમાંથી યથાસંભવ જે જીવને જે લાગુ પડે છે તે જીવનું લક્ષણ સમજવું.
૨. ઉપયોગ - ગાથા ૪થી ૬ માં “ઉપયોગ” નો અર્થ જ્ઞાનદર્શનનો ઉપયોગ સમજવો. (ઉપયોગની વ્યાખ્યા ગાથા ૪ના ભાવાર્થમાં આપી છે.) ચારિત્ર ગુણની શુભોપયોગ – અશુભોપયોગ – શુદ્ધોપયોગ અવસ્થા છે તે અહીં સમજવી નહીં.
૩. “વ્યવહારનય” - અભેદ આત્મામાં જ્ઞાનની પર્યાયોના ભેદ પાડવા તે “વ્યવહાર” છે,( જુઓ, ભૂમિકા.) અહીં પોતાની પર્યાયને “વ્યવહારનય” અને ગાથા ૩માં પરસંયોગી પદાર્થને વ્યવહારનય' કહ્યો છે.
૪. નિશ્ચયનય - શુદ્ધનયે અર્થાત્ નિશ્ચયનયે “શુદ્ધજ્ઞાન દર્શન જીવનું લક્ષણ છે. જીવનો અસલી સ્વભાવ કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ છે તેથી શુદ્ધનયે તે જીવનું લક્ષણ છે. આ લક્ષણ પોતાના દ્રવ્યથી અભેદ છે, તેથી તે શુદ્ધનયનો વિષય છે. આ નિશ્ચયનય ત્રિકાળી સ્વરૂપને
૧. આ નય નિષેધક છે અને તે વડે વ્યવહારનય નિષેધ્ય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com