________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વદેહપરિમાણત્વ અધિકાર]
ભાવાર્થ:
[ ૩૧
૧. જીવનું સ્વક્ષેત્ર:- દરેક જીવ લોકાકાશ જેટલા અસંખ્યાત પ્રદેશોમય છે. *પ્રદેશોની આ સંખ્યા ત્રિકાળ તેટલી જ રહે છે, કેમકે તે એક અખંડ દ્રવ્ય છે. જીવ અખંડ દ્રવ્ય હોવાથી તેના કદી ખંડ-છેદનટુકડા વગેરે થઈ શકે નહીં. સર્વે મૂળ દ્રવ્યો અખંડ છે. (પુદ્દગળ સ્કંધોનો સ્વભાવ જ પોતાની યોગ્યતાથી સ્વકાળે છેદન-ભેદન-ટુકડારૂપ થવાનો છે.) દરેક દ્રવ્ય જુદું હોવાથી જીવના સ્વક્ષેત્રમાં બીજું કોઈ દ્રવ્ય પેસી શકે નહી અને જીવ પરક્ષેત્રમાં અર્થાત્ શરીરમાં પેસી શકે નહીં. જીવ અને શરીરનો સંબંધ એક ક્ષેત્રાવગાહ સંબંધ છે.
૨. પ્રદેશત્વ ગુણઃ- દરેક દ્રવ્યને પ્રદેશત્વગુણ હોય છે, કેમકે
ખભામાંથી બિલાડાના આકારે સિન્દૂર રંગનું પૂતળું નીકળે છે; તે જેના ૫૨ ક્રોધ થયો હોય તેનો નાશ કરે છે અને સાથોસાથ તે મુનિનો પણ નાશ કરે છે. આને અશુભ તૈજસ કહે છે.
૬. આહા૨ક:- છઠ્ઠા ગુણસ્થાને વર્તતા કોઈ પ૨મ ઋદ્ધિધારી મુનિને તત્ત્વ સંબંધી શંકા થતાં, પોતાના તપના બળથી મૂળ શરીરને છોડયા વગર મસ્તકમાંથી એક હાથ જેવડું પુરુષાકાર સફેદ અને શુભ પૂતળું નીકળીને કેવળી અથવા શ્રુતકેવળી પાસે જઈને તેમનાં ચરણોનો સ્પર્શ થતાં જ પોતાની શંકા દૂર કરીને પોતાના સ્થાનમાં પ્રવેશ કરે છે.
૭. કેવલ:- કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી મૂળ શ૨ી૨ને છોડયા સિવાય દંડ, કપાટ, પ્રત૨, અને લોકપૂરણ ક્રિયા કરતાં કેવળીના આત્માના પ્રદેશોનું ફેલાવું. *પ્રદેશોનું સ્વરૂપ ગા. ૨૭માં ‘આપ્યું’ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com