________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પહેલા અધિકારનો સારાંશ ]
[૭૩ (૨) મારી પ્રચંડ ચિન્માત્ર શક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યાં હોય, જ્ઞાનમાં તદાકાર ડૂબી રહ્યા હોય-એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે–એવાં આ ડૂબી ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ તથા અન્ય જીવ-એ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી; કારણ કે, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી, પરમાર્થે બાહ્ય તત્ત્વપણાને છોડવા અસમર્થ છે.
વળી અહીં સ્વયમેવ નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થ એક, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું, માટે શેયજ્ઞાયકભાવ માત્રથી ઊપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતાં સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાનામાં એકપણાને પ્રાપ્ત હોવાથી આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ એવો જ ને એવો જ ‘સ્થિત રહે છે.
આ પ્રમાણે ભાવકભાવથી અને શેયભાવથી જીવે ભેદજ્ઞાન કરવુંએ આ અધિકારનો સાર છે.
૧. સમયસાર ગા. ૩૭, પૃ. ૮૧-૮૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com