________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
વિષય સેવનમાં અભિલાષા મૂળ છે તેને અવલોકે નહિ.
(૩) બાહ્ય ક્રોધાદિ કરવો તેને કષાય જાણે પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહે છે તેને ઓળખતો નથી.
(૪) બાહ્ય ચેષ્ટા થાય તેને યોગ જાણે, પણ શક્તિભૂત યોગોને ન જાણે.
એ પ્રમાણે આસવોનું સ્વરૂપ અજ્ઞાની જીવ 'અન્યથા જાણે છે.
૧૦. ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વ પ્રથમ જાય છે. મિથ્યાત્વ સંસારનું મૂળ છે. તે જતાં સમ્યગ્દર્શન થાય છે કે જે ધર્મનું મૂળ છે. (૨) પાંચમા ગુણસ્થાનમાં અવિરતિ જાય છે અને ભાવલિંગી શ્રાવકપણું પ્રગટે છે. (૩) સાત ગુણસ્થાને પ્રમાદ હોતો નથી. (૪) ૧૧-૧૨માં ગુણસ્થાને કષાય નહિ હોવાથી યથાખ્યાતચારિત્ર પ્રગટે છે. (૫) ૧૪માં ગુણસ્થાને યોગ નહિ રહેવાથી અયોગી ગુણસ્થાન પ્રગટે છે. (૬) અંતમાં અસિદ્ધત્વ નામનો ઔયિક ભાવ જતાં સિદ્ધદશા પ્રગટે છે.
[દ્રવ્યસંગ્રહ
તાત્પર્ય:- પારા ૮માં કહેલ જૈનધર્મની આમ્નાય સ્વીકારી પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું. મુનિપદનો ક્રમ એ છે કે પહેલાં તત્ત્વજ્ઞાન
૧. મોક્ષમાર્ગ પ્રકાશક અ. ૭ પૃ. ૨૩૦.
૨. આ તે કઈ જાતની વિપરીતતા છે કે તત્ત્વજ્ઞાનરહિત અને વિષયાસક્ત જીવને માયા વડે વા લોભ બતાવી મુનિપદ આપી, પાછળથી અન્યથા પ્રવૃત્તિ કરાવવી! પણ એ મહાન અન્યાય છે. (મોક્ષમાર્ગ પ્રકાશક. પૃ. ૧૮૨, અધિકાર ૬.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com