________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વ્યવહારચારિત્રનું લક્ષણ અને ભેદ]
[ ૧૫૭ સર્વ-કપાયરહિત ઉદાસીનભાવ ( વીતરાગભાવ) તેનું જ નામ ચારિત્ર છે. (૪) ચારિત્રમોહના દેશઘાતી પદ્ધકોના ઉદયના નિમિત્તે જે મહામંદ પ્રશસ્ત રાગ થાય છે તે તો ચારિત્રનો મળ છે. એને નહિ છૂટતો જાણીને તેનો ત્યાગ કરતા નથી અને સાવધ યોગનો જ ત્યાગ મુનિઓ કરે છે. તેઓ હિંસાદિ તીવ્ર કષાયરૂપ ભાવોનો ત્યાગ કરે છે તથા કોઈ મંદ કષાયરૂપ મહાવ્રતાદિને પાળે છે, પરંતુ તેને મોક્ષમાર્ગ માનતા નથી. (૫) તેને વ્યવહારચારિત્ર કહ્યું છે તેનું કારણ એ છે કે વ્યવહાર નામ ઉપચારનું છે. એ મહાવ્રતાદિ થતાં જ પુરુષાર્થ વધારી તેને ઓળંગી જતાં વીતરાગચારિત્ર થાય છે. એવો સંબંધ જાણી એ મહાવ્રતાદિકમાં ચારિત્રનો ઉપચાર કર્યો છે. પણ નિશ્ચયથી તો નિષ્કષાયભાવ છે તે જ સાચું ચારિત્ર છે.
૨. પ્રથમની ગાથા ૩૫માં કહેલ વૃતાદિ સંબંધી- સંવર અધિકારમાં જે વ્રત-સમિતિ-ગુતિ આદિ કહ્યાં છે તે નિશ્ચયવ્રત-સમિતિગુતિ આદિ સમજવા અર્થાત જે નિષ્કપાયભાવરૂપ વ્રત, સમિતિ, ગુતિ, ધર્મ, અનુપ્રેક્ષા આદિ છે તે નિશ્ચયચારિત્ર છે. ૪૫.
૧. પ્રવચનસાર ગા. ૧૫૭, પાનું ર૬૯ ગુ. પંચાસ્તિકાય ગા. ૧૩૭, પૃ. ૨૦૧. ૨. પ્રવચનસાર ગા. ૫, ગુ, તથા મોક્ષમાર્ગ પ્રકાશક અ. ૭, પૃ. ૨૩૩
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com