Book Title: Dravya Sangrah
Author(s): Nemichandra Siddhant Chakravarti
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 217
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લઘુ દ્રવ્ય-સંગ્રહ] [ ૨૦૯ ( સંસારી જીવ) અનેક પ્રકારના છે. ૪ (આ ગાથા બૃ. દ્રવ્ય સંગ્રહ ગા. ૨ સાથે મળતી છે.) अरसमरुवमगंधं अव्वत्तं चेदणागुणमसई। जाण अलिंगग्गहणं जीवमणिद्दट्ठ- संट्ठाणं ।।५।। અર્થ:- જે અરસ, અરૂપ, અગંધ તથા અવ્યક્ત છે, અશબ્દ છે, અનિર્દિષ્ટ સંસ્થાન છે. (–જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો છે), ચેતના ગુણવાળો છે અને ઇન્દ્રિયો ( લિંગ) વડ અગ્રાહ્ય છે, તે જીવ જાણો. ૫ वण्ण-रख-गंध-फासा विजुते जस्स जिणवरुद्दिट्ठा। मुत्तो पुग्गलकाओ पुढवी पहुदी हु सो सोढा।।६।। અર્થ:- જેને વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શ વિદ્યમાન છે, તે મૂર્તિક પુગલ-કાય, પૃથ્વી આદિ છ પ્રકારના શ્રી જિનેન્દ્ર દેવ દ્વારા કહેવામાં આવેલ છે. ૬ पुढवी जलं च छाया चउरिदियविसय कम्म परमाणू। छव्विह भेयं भणियं पुग्गलदव्वं जिणिंदेहिं।।७।। અર્થ:- પૃથ્વી, જળ અને છાયા, (નેગેન્દ્રિય વિના બાકીના) ચાર ઇન્દ્રિયના વિષય (વાયુ, શબ્દાદિ)-કર્મવર્ગણા અને પરમાણુ, એવા પુદ્ગલ દ્રવ્યના છ પ્રકાર શ્રી જિનેન્દ્રદેવે કહ્યા છે. ૭. * સમયસાર ગા. ૪૯, પંચાસ્તિકાય ગા. ૧૨૭, પ્રવચનસાર ગા. ૧૭૨, નિયમસાર ગા. ૪૬, ભાવપાહુડ ગા. ૬૪, ધવલાટીકા પૃ. ૩, પૃ. ૨ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223