________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪]
[ દ્રવ્યસંગ્રહ (પરથી અને વ્યવહારથી પરમ નિરપેક્ષ) શુદ્ધ ચારિત્રરૂપ પરમદશા પ્રગટ કરે છે. એમ સમજવું. આ નિશ્ચયધર્મધ્યાન અને શુક્લધ્યાન અમૃતકુંભ સ્વરૂપ છે, વ્યવહારધર્મધ્યાન વિષકુંભ સમાન છે.
૨. “મા ચેષ્ટત, મા જલ્પત, મા ચિંતયત” નો અર્થ:- જીવની આવી દશા થતાં શુભાશુભ ચેષ્ટારૂપ કાયનો વ્યાપાર તથા શુભાશુભરૂપ અંતરંગ-બહિરંગરૂપ વચનનો વ્યાપાર તથા જડ મનનો તેવો વ્યાપાર તે તે પુદ્ગલના ઉપાદાન કારણે થતો નથી તેથી તે રોકાઈ જાય છે એમ કહેવામાં આવે છે. જીવની ધ્યાનરૂપ પર્યાય તો ત્યાં નિમિત્ત માત્ર છે. જીવને શુભ-અશુભ વિકલ્પોનો વ્યય થઈ જાય છે અને ધ્યાનરૂપ પર્યાયનો ઉત્પાદ થાય છે.
૩. તેનું ફળ સુખ છે- 'સહજશુદ્ધ જ્ઞાન-દર્શન-સ્વભાવી પરમાત્મતત્ત્વનાં સભ્યશ્રદ્ધાન-જ્ઞાન અનુચરણરૂપ અભેદ રત્નત્રય છે, એ સ્વરૂપ પરમધ્યાનથી સર્વપ્રદેશોએ આફ્લાદજનક સુખાસ્વાદરૂપ પરિણતિ થાય છે તે ધ્યાન છે અને તેનું ફળ આત્મિક સુખ છે. પ૬.
તપ, વ્રત અને શ્રુતમાં લીન થવાને માટે પ્રેરણા तंवसुदवदवं चेदा झाणरइधुरंधरो हवे जम्हा। तम्हा तत्तियणिरदा तल्लद्धीप सदा होह।। ५७।। तपःश्रुतव्रतवान् चेता ध्यानरथधुरन्धरः भवति यस्मात्। तस्मात् तत्त्रिकनिरताः तल्लब्ध्यै सदा भवत।।५७।।
૧. બુ. દ્રવ્યસંગ્રહ પૃ. ૨૭૪-૨૭૫. ત્યાં જીવની આ દશાનાં જુદાં જુદાં ૬૫ નામો
આપ્યાં છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com