________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬]
[દ્રવ્યસંગ્રહ (૨) ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્ત માત્ર છે એવા જ્ઞાનને
મતિજ્ઞાન કહે છે. મન:પર્યયજ્ઞાન- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાથી બીજાના
મનમાં રહેલ રૂપી પદાર્થોનું સ્પષ્ટ જાણવું તે. મિથ્યાત્વ- તત્ત્વોની વિપરીત શ્રદ્ધા કરવી, સ્વ-પરના એકપણાનો
અભિપ્રાય, રાગથી ભલું થવું માનવું. માર્ગણા- ગતિ આદિ ૧૪ પ્રકારના ધર્મ દ્વારા અનેક પ્રકારના જીવના
ભેદ જાણી શકાય તે, અથવા જે વડે જીવસમૂહને શોધવાં તે. મંત્ર- પંચપરમેષ્ઠીવાચક નમસ્કારમંત્ર અથવા ધ્યાન કરવા માટે તે
પ્રકારના કૅરૅઠ્ઠી વગેરે વચન. રત્નત્રય:- સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર મોક્ષમાર્ગ. લોકાકોશ:- આકાશના જે ભાગમાં જીવાદિ દ્રવ્યો રહેલા છે તે. વિકલત્રય- બે ઇન્દ્રિય, ત્રિન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ. વિદિશા:- ઇશાન, નૈઋત્ય, વાયવ્ય અને અગ્નિ ખૂણા. વિભ્રમ- (વિપર્યય, વિપરીત) વસ્તુના સ્વરૂપને ઉલટું સમજવું. વિમોહ:- (અનધ્યવસાય, અનિર્ધાર) વસ્તુના સ્વરૂપનો કાંઈ પણ
નિશ્ચય ન કરવો તે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com