________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવબંધ અને દ્રવ્યબંધનું લક્ષણ ]
[ ૮૭ ૩. બંધતત્ત્વ સંબંધી ભૂલ- જેવી સોનાની બેડી તેવી જ લોઢાની બેડી-બંને બંધનકારક છે. તેવી રીતે પુણ્ય અને પાપ બંને જીવને બંધન કર્તા છે, પરંતુ મિથ્યાદષ્ટિ જીવ એવું નહિ માનતાં પુણ્યને સારું-હિતકારી માને છે. તત્ત્વદષ્ટિએ તો પુણ્ય-પાપ બંને અહિતકર જ છે. પરંતુ અજ્ઞાની તેવું માનતો નથી-એ બંધ તત્ત્વની ભૂલ છે.
આસવ અને બંધની વ્યાખ્યા તથા તે બે વચ્ચેનો ભેદ- જીવના મોહરાગ-દ્વેષરૂપ પરિણામ તે ભાવ આસ્રવ છે અનહું તે મોહ-રાગદ્વેષરૂપ પરિણામ જેનું નિમિત્ત છે એવા જે યોગ દ્વારા પ્રવેશતા પુદગલોના કર્મપરિણામ તે દ્રવ્ય આસ્રવ છે.
જીવના મોહ-રાગદ્વેષ વડે સ્નિગ્ધ પરિણામ તે ભાવબંધ છે અને તે સ્નિગ્ધ પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણત પુદ્ગલોનું જીવની સાથે અન્યોન્ય વિશિષ્ટ અવગાહન તે દ્રવ્યબંધ છે.
ઉપરના કથનથી એમ સિદ્ધ થયું કે મોહ–રાગ-દ્વેષરૂપ પરિણામ તે ભાવ આસવ છે અને તે મો–રાગ-દ્વેષરૂપ પરિણામમાં સ્નિગ્ધતા અર્થાત્ રંગાયેલાપણું તે ભાવબંધ છે.
૪. તાત્પર્ય - આત્માની સન્મુખ થઈ, સ્વદ્રવ્યનો આશ્રય કરવાથી નવો બંધ થતો નથી, અને જૂનો બંધ નિર્જરી જાય છે. ૩ર.
૧. પંચાસ્તિકાય ગા. ૧૦૮, ૧૩૫, ૧૩૯, ૧૪૮ તથા તેની ટીકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com