________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભાવસંવર અને દ્રવ્યસંવરનું લક્ષણ ]
[ ૯૧ છે અને તદનુસાર કર્મોનું આવવું સ્વયં-સ્વતઃ અટકવું તે દ્રવ્યસંવર છે.
૨. સંવરની ભૂલઃ- (૧) નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જીવને હિતકારી છે (કેમકે તે સંવર-નિરારૂપ છે) પણ મિથ્યાષ્ટિ તેમને કષ્ટદાયક માને છે એ તેની સંવરતત્ત્વ સંબંધી ભૂલ છે. (૨) સંવરતત્ત્વમાં અહિંસાદિરૂપ શુભાસૂવભાવને સંવર માને છે, પરંતુ એક જ કારણથી પુણ્યબંધ પણ માનીએ તથા સંવર પણ માનીએ એમ બને નહિ.
પ્રશ્ન- મુનિને એક કાળમાં બે ભાવ થાય છે ત્યાં તેમને બંધ પણ થાય છે. તથા સંવર-નિર્જરા પણ થાય છે તે કેવી રીતે ?
ઉત્તર- (૧) એ ભાવ મિશ્રરૂપ છે. કંઈક વીતરાગ થયા છે તથા કંઈક સરાગ થયા છે. (૨) ત્યાં જે અંશ વીતરાગ થયો છે તે વડે તો સંવર જ છે, તથા જે અંશ સરાગ રહ્યો છે તે વડે બંધ છે. (૩) મિશ્ર ભાવથી બે કાર્ય તો બને પણ એક પ્રશસ્તરાગથી જ પુણ્યાસ્રવ પણ માનવો તથા સંવર-નિર્જરા પણ માનવાં એ ભ્રમ છે. (૪) મિશ્રભાવમાં પણ આ સરાગતાં છે અને આ વીતરાગતા છે એવી ઓળખાણ સમ્યગ્દષ્ટિને જ હોય છે, તેથી તે અવશેષ સરાગભાવને યરૂપ શ્રદ્ધ છે, (૫) પણ મિથ્યાષ્ટિને એવી ઓળખાણ નથી તેથી તે સરાગભાવમાં સંવરના ભ્રમથી પ્રશસ્તરાગરૂપ કાર્યોને ઉપાદેયરૂપ શ્રદ્ધા છે.
૩. ચારિત્રગુણની મિશ્ર અવસ્થા સંબંધે- ચારિત્ર ગુણનો એવો સ્વભાવ છે કે ચોથા ગુણસ્થાનથી તેની આંશિક શુદ્ધિ અને આંશિક
૧. મોક્ષમાર્ગ પ્રકાશક અ. ૭, પૃ. ૨૩૧
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com