________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્ય અને પાપનું લક્ષણ ]
[૧૧૫ અનાત્મધર્મપણું સમાન છે. એ રીતે પુણ્ય પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર, અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે, દુઃખને જ અનુભવે છે. ૩૮.
પરિશિષ્ટ આસવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષ-પુણ્ય-પાપ, એ સંબંધી
સાચી શ્રદ્ધા માટે નય (દષ્ટિકોણ) વડે સ્પષ્ટતા:૧. નિશ્ચનય અને વ્યવહારનય બંને ઉપાદેય માનવા તે પણ ભ્રમ છે.
કારણ કે નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધતા સહિત છે. શ્રી સમયસાર (ગાથા ૧૧) માં પણ એમ કહ્યું છે કે “વવરોડમૂલ્યો, મૂલ્યો સિવો સુદ્ધનો” અર્થ વ્યવહાર અભૂતાર્થ છે, સત્યસ્વરૂપને નિરૂપતો નથી પણ કોઈ અપેક્ષા એ ઉપચારથી અન્યથા નિરૂપે છે; તથા નિશ્ચય શુદ્ધનય છે-ભૂતાર્થ છે કારણ કે તે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરૂપે છે; એ પ્રમાણે બંનેનું સ્વરૂપ તો વિરુદ્ધતા સહિત છે. (મોક્ષમાર્ગ પ્રકાશક અ. ૭, પૃ. ૨૫૪ ). ૨. નિશ્ચય નિરૂપણને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું.
વ્યવહાર નિરૂપણને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. ૩. (૧) નિશ્ચયનું નિશ્ચયરૂપ તથા વ્યવહારનું વ્યવહારરૂપ શ્રદ્ધાન કરવું
યોગ્ય છે, (૨) નિશ્ચયનય વડે જે નિરૂપણ કર્યું હોય તેને
૧. પ્રવચનસાર ગા. ૭૭, ટીકા. પૃ. ૧૧૪ ગુજરાતી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com