________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦]
[દ્રવ્યસંગ્રહ (મિથ્યાત્વાવિરતિપ્રમાવયોગોથાલય:) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, યોગ અને ક્રોધ વગેરે (મેરા:) ભેદો છેઃ (7) વળી તેના (મશ:) ક્રમે કરીને (પં) પાંચ, (પં) પાંચ, (પંચશ) પંદર (ત્રય:) ત્રણ અને (વીર:) ચાર એમ બત્રીસ ભેદો (વિશેયા:) જાણવા જોઈએ.
ભાવાર્થ:- ૧. મિથ્યાત્વની વ્યાખ્યાઃ- (૧) અત્યંતરમાં વીતરાગ નિજ આત્મતત્ત્વ-અનુભૂતિની રુચિ સંબંધી વિપરીત અભિનિવેશ તે મિથ્યાત્વ છે. (૨) પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોના અન્યથા શ્રદ્ધાનને અને અદેવ (કુદેવ) ને દેવ માનવા, અતત્ત્વને તત્ત્વ માનવા, અધર્મ (કુધર્મ) ને ધર્મ માનવો ઈત્યાદિ વિપરીત શ્રદ્ધાનને મિથ્યાત્વ કહે છે.
૨. તેના પાંચ ભેદોઃ- (૧) એકાંત, (૨) વિપરીત, (૩) સંશય, (૪) અજ્ઞાન અને (૫) વિનય મિથ્યાત્વ. તેની વ્યાખ્યા શ્રી લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી વાંચી લેવી.
૩. અવિરતિની વ્યાખ્યાઃ- (૧) નિર્વિકાર સ્વસંવેદનથી વિપરીત અવ્રતપરિણામરૂપ વિકારને અવિરતિ કહે છે. (૨) હિંસાદિ પાપોમાં તથા પાંચ ઇન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કરવી તે અવિરતિ છે. (૩) અભ્યતરમાં નિજ પરમાત્મસ્વરૂપ ભાવનાથી ઉત્પન્ન જે પરમ સુખામૃતરતિ તેનાથી વિલક્ષણ, બહિવિષયમાં અવ્રતરૂપભાવ તે અવિરતિ છે.
૪. અવિરતિના પાંચ ભેદોઃ- (૧) "હિંસા, (૨) અસત્ય, (૩) ચોરી, (૪) અબ્રહ્મ અને (૫) પરિગ્રહ એમાં ઇચ્છારૂપ અવિરતિ પાંચ પ્રકારની છે.
૧. બૃ. દ્રવ્યસંગ્રહું. પૃ. ૭૮-૭૯. ૨. લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા. ૭૮ થી ૮૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com