________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાળદ્રવ્યનું લક્ષણ અને....]
[૬૫ જ્ઞાન હોય તેમ ન હોય. તે એકાંત કાળવાદી છે. કાળલબ્ધિને યથાર્થપણે માનનાર નથી. ૫. કાળલબ્ધિનું મોક્ષમાર્ગમાં સ્થાનઃ
અનેકાંત સિદ્ધાંત - સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્ય અને કર્મના ઉપશમાદિ-એ પાંચ કારણોનો મેળાપ (સમવાય) હરેક સમયે એક સાથે મોક્ષમાર્ગમાં હોય છે એવો શ્રી જૈનધર્મનો અનેકાંત સિદ્ધાંત છે. પૂર્વોક્ત કારણો કહ્યા તેમાં કાળલબ્ધિ અને ભવિતવ્ય તો કોઈ વસ્તુ જ નથી, પણ જે કાળમાં કાર્ય બને તે જ કાળલબ્ધિ, તથા જે કાર્ય થયું તે જ ભવિતવ્ય (એટલે આત્માએ તેમાં કાંઈ કરવાનું જ નથી.) કર્મના ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તાહર્તા આત્મા નથી, તથા પુરુષાર્થ પૂર્વક ઉદ્યમ કરવામાં આવે છે તે આત્માનું કાર્ય છે, માટે આત્માને પુરુષાર્થ (સ્વસમ્મુખ થવારૂપ) ઉધમ કરે ત્યાં તો અન્ય કારણો મળે જ મળે-(મેળવવાનો પ્રયત્ન કરવાનો હોતો નથી.) એ રીતે કાળલબ્ધિ નિમિત્તમાત્ર છે-ક્ય છે; તેના તરફનું વલણ તો રાગ ઉત્પન્ન કરે છે માટે કાળલબ્ધિનો આશ્રય છોડી નિજ જ્ઞાનસ્વભાવનો આશ્રય કરવો.
તાત્પર્ય - જીવ આગમભાષાએ કાલાદિલબ્ધિરૂપ, અધ્યાત્મ
૧. ગોમ્મદસાર કર્મકાર્ડ ગા. ૮૭૯. ૨. મોક્ષમાર્ગ પ્રકાશક ૯મો અધિકાર પૃ. ૩૧૧. ૩. પંચાસ્તિકાય ગા. ૧૫૦-૧૫૧. શ્રી જયસેનજી ટીકા. પૃ. ૨૧૭ હિંદી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com