________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮]
[દ્રવ્ય-સંગ્રહ ભાવાર્થ- ૧. અવકાશદાન યોગ્ય:- પ દ્રવ્યાત્મક લોકમાં બધાં બાકીનાં દ્રવ્યોને જે પૂરેપૂરા અવકાશનું નિમિત્ત છે તે આકાશ છે, કે જે વિશુદ્ધ ક્ષેત્રરૂપ છે.
૨. એક જ કાળે સર્વ દ્રવ્યોને અવગાહના- એક જ કાળે સર્વ દ્રવ્યોને સાધારણ અવગાહનું નિમિત્તભૂતપણું આકાશને જણાવે છે. કારણ કે, બાકીનાં દ્રવ્યો સર્વવ્યાપક નહિ હોવાથી તેમને તે સંભવતું નથી.
૩. સર્વવ્યાપીઃ- (૧) આકાશ એક સર્વવ્યાપી અખંડ દ્રવ્ય છે, પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યો તેમાં હોવાથી આકાશના લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભેદ પડે છે. જો ધર્મ-અધર્મ દ્રવ્ય લોકમાં ન હોત તો લોક-અલોક એવા બે ભેદ ન પડત. (જુઓ, હવે પછીની ગાથા ૨૦). આ આકાશની વચોવચ લોકાકાશ છે, જેમાં જીવાદિ પદાર્થો રહે છે. (૨) સિદ્ધ ભગવાન કે કોઈપણ દ્રવ્ય લોકાકાશના વિસ્તારને વધારી શકે અને અલોકાકાશને ઓછો કરી શકે એવી શક્તિ ધરાવતું
૧. જેઓ નિશ્ચયનયે નિત્યનિરંજન જ્ઞાનમય પરમાનંદ જેનું લક્ષણ છે એવા અનંતાનંત
જીવો, તેમનાથી અનંતગણા પુદ્ગલો, અસંખ્ય કાળાણુઓ અને અસંખ્યપ્રદેશી ધર્મ અને અધર્મ એ બધાંય દ્રવ્યો વિશિષ્ટ અવગાહન વડે લોકાકાશમાં, જોકે તે લોકાકાશમાત્ર અસંખ્યપ્રદેશ છે તોપણ અવકાશ મેળવે છે. (પંચાસ્તિકાય ગા. ૯૦
પૃ. ૧૪૩). ૨. પ્રવચનસાર ગા. ૧૩૩-૧૩૪ ટીકા, પૃ. ૨૩૩. ૩. પંચાસ્તિકાય ગા. ૮૭ ટીકા, પૃ. ૧૩૮. ૪. બુ. દ્રવ્યસંગ્રહ પૃ. ૫૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com