________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૫
સંસારિત્વ અધિકાર] પ્રકાર છે. તેનાં નામ – પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી જીવો ત્રસકાય છે. શાસ્ત્રમાં કહેલાં એ કાયો, ઇન્દ્રિયો કે મન તે પુદગલના પર્યાયો છે, જીવ નથી; પણ તેમનામાં રહેલ જે જ્ઞાન છે તે જીવ છે એમ સમજવું.
(પંચાસ્તિકાય ગા. ૧૨૧, પૃ. ૧૮૨) ૩. જીવોના બીજા પ્રકારે ભેદો - જીવતત્ત્વ સામાન્યપણે એક પ્રકારે છે, બદ્ધ અને મુક્ત એમ બે પ્રકારે છે. હવે જીવોના ત્રણ પ્રકારના ભેદો કહેવામાં આવે છે:
(૧) અસિદ્ધ, નોસિદ્ધ, સિદ્ધ. “ના” નો અર્થ અલ્પ અહીં થાય છે. ચોથા ગુણસ્થાનથી જીવને નોસિદ્ધ કહેવામાં આવે છે.
(૨) મિથ્યાદષ્ટિ અસિદ્ધ, સમ્યગ્દષ્ટિ ઈષત્ સિદ્ધ, રત્નત્રય પ્રાપ્ત
સિદ્ધ.
(૪) નય - આ જીવોને લગતા નયા ગાથા ૧૩માં આપ્યા છે.
તાત્પર્ય- વિશુદ્ધ જ્ઞાન-દર્શનસ્વભાવ નિજ પરમાત્મસ્વરૂપની ભાવનાથી ઉત્પન્ન પારમાર્થિક સુખથી અજ્ઞાત હોવાના કારણે જીવ ઈન્દ્રિય-સુખમાં રુચિપૂર્વક આસક્ત થઈ એકેન્દ્રિ-યાદિ જીવોનો વધ કરે તેથી તે ત્ર-સ્થાવર થાય છે. માટે તેના નાશને અર્થે નિજ પરમાત્માની ભાવના કર્તવ્ય છે એમ સમજવું. ૧૧
૧. તત્ત્વાર્થસાર ગા. ૨૩૪, પૃ. ૧૨૩ ૨. બુ. દ્રવ્યસંગ્રહું ગા. ૧૧, પૃ. ૨૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com