________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮]
[દ્રવ્ય-સંગ્રહ ૫. ચરમદેહથી કિંચિત્ ન્યૂન- તેરમાં ગુણસ્થાનના અંતભાગમાં નાસિકાદિ છિદ્રો પુરાઈ જઈ એક ચૈતન્યઘન બિંબ થઈ જતાં હોવાથી સિદ્ધ ભગવાનોનો આકાર ચરમદેહથી કાંઈક ન્યૂન હોય છે.
૬. લોકાગ્ર સ્થિતઃ- (૧) આ ગાથામાં તથા ગા. ૫૧માં બન્ને સ્થળોએ આત્માના ઉપાદાનકારણનું જ કથન કર્યું છે. બન્નેમાંથી એકેય ગાથામાં “ધર્માસ્તિકાયના અભાવ” વર્ણવ્યો જ નથી, કારણ કે તે તો અભાવરૂપ નિમિત્તમાત્રનું જ્ઞાન છે. ઉપાદાનકારણ હોય ત્યાં ઉચિત નિમિત્ત જ સદ્ભાવ કે અભાવરૂપ હોય એ અબાધિત નિયમ છે. તેથી ઉપાદાનકારણ કહેતાં જ નિમિત્તકારણ ગૌણપણે (અધ્યાહારરૂપે) આવી જ ગયું. નિમિત્તકારણ તે ખરું કારણ નથી, એ તો ઉપચારમાત્ર કારણ છે. (ર) ગાથા:- રમાં કહેલ આ ઊર્ધ્વગમનસ્વભાવ વિસ્રસા ઊર્ધ્વગતિ છે.
૭. ઉત્પાદ-વ્યય સહિત - સિદ્ધપણું થયું તે બદલીને સંસારીપણું ન થાય; પણ દરેક સમયે ઉત્પાદ-વ્યય ન થાય તો દ્રવ્યના સતપણાનો નાશ થાય કેમ કે- “ઉત્પાદવ્યયધુવયુક્ત સત્” હોય છે.
૧. બૃ. દ્રવ્યસંગ્રહ પૃ. ૩૮ તથા પં. હીરાલાલજી ટીકાવાળું દ્રવ્યસંગ્રહ પૃ. ૫૦
[ દ્રવ્યસંગ્રહની ગા. ૫૧માં ‘પુરુષાકાર' શબ્દ વિશેષ જણાવ્યો છે, તે અર્થસૂચક છે. (તે એમ બતાવે છે કે કોઈપણ દ્રવ્ય સ્ત્રી કદી મોક્ષ પામવાને પાત્ર નથી.) સિદ્ધ ભગવંતો ખગાસન કે પદ્માસન આકારે હોય છે.]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com