________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સિદ્ધત્વ અને વિગ્નસા ઊર્ધ્વગમનત્વ]
[૪પ અશુદ્ધનયે છે-એમ ગાથાનો અર્થ સમજવો.
તાત્પર્ય - જીવ તો પરમાર્થે ચૈતન્યશક્તિ માત્ર છે. તે અવિનાશી હોવાથી શુદ્ધપારિણામિકભાવ કહેવાય છે. તે ભાવ ધ્યેય (–ધ્યાન કરવા યોગ્ય) છે. પણ તે ધ્યાનરૂપ નથી, કેમ કે ધ્યાનપર્યાય વિનશ્વર છે, અને શુદ્ધપારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે તેથી તે અવિનાશી છે, માટે તે જ આશ્રય કરવા યોગ્ય છે એમ સમજવું. ૧૩.
૮-૯. સિદ્ધત્વ અને વિગ્નસા ઊર્ધ્વગમનત્વ અધિકાર णिक्कम्मा अट्ठगुणा किंचूणा चरमदेहदो सिद्धा। लोयग्गठिदा णिच्चा उप्पादवयेहिं संजुत्ता।।१४।। निष्कर्माणः अष्टगुणाः किंचिदूनाः चरमदेहतः सिद्धाः। लोकाग्रस्थिता: नित्याः उत्पादव्ययाभ्यां संयुक्ताः।।१४।।
અન્વયાર્થ:- (નિર્માણ:) જ્ઞાનાવરણ આદિ આઠ કર્મ રહિત, (SMT:) સમ્યક્વાદિ* આઠ ગુણો સહિત, (વરમદત:) અન્તિમ
૧. સમ્યક્ત, ૨. જ્ઞાન, ૩. દર્શન, ૪. વીર્ય, ૫. સૂક્ષ્મત્વ, ૬. અવગાહન ૭. અગુરુલઘુ, ૮. અવ્યાબાધ-આ સર્વ ગુણોથી પરિપૂર્ણ શુદ્ધ પર્યાયો સિદ્ધમાં હોય છે. આઠ કર્મનો અભાવ હોય છે. વ્યવહારથી આઠ ગુણ અને નિશ્ચયથી અનંત ગુણ સર્વ સિદ્ધ ભગવંતોને હોય છે. (પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધથી મુક્ત થઈને જીવ ઊર્ધ્વગમન કરે છે. સંસારી જીવોને વિદિશામાં નહિ જતાં આકાશના પ્રદેશોની શ્રેણી અનુસાર બાકીની છ દિશાઓમાં ગમન થાય છે.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com