Book Title: Dhyanavichar Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્વિતીયાવૃત્તિ-મસ્તાવના. ધ્યાન વિચાર પુસ્તક વિ. સં. ૧૯૫૮ ના ચૈત્ર સુદિ ૧ ના રોજ પાદરાના સુશ્રાવક વકીલ શા. મોહનલાલભાઈ હિમચંદભાઇની વિજ્ઞપ્તિથી રમ્યું હતું. તે પુસ્તક છપાવતાં કેટલાક કારણોથી વાર લાગી હતી. મહુવાના એક શ્રાવકને તે પુસ્તક છપાવા આપ્યું હતું, પણ તેને છપાવતાં વાર કરી. તેથી શ્રી ભાવનગર આત્માનંદ સભાના ઓ. સેક્રેટરી ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસની મારફત શ્રી જૈન આત્માનંદ સભા તરફથી વિ. સં. ૧૯૬૪ ના કારતક વદિ ૧૩ ના રોજ છપાવી પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એ ચાર ધ્યાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તથા બાર ભાવનાએનું વર્ણન કરવામાં આવ્યું છે. બાળ જીવન ચાર ધ્યાનનું સ્વરૂપ સમજાવવાને માટે આ ગ્રંથ રચવામાં આવ્યો છે. આ ગ્રંથમાં જનાજ્ઞા વિરૂદ્ધ જે કાંઈ અજાણતાં લેખાયું હોય અગર છપાયું હોય તો તેને જ્ઞાની પંડિત પુરૂષો સુધારશે એવી આશા રાખું છું. ગમે તેવો છદ્મસ્થ જ્ઞાની શ્રી ગૌતમ ગણધર જે હોય તો પણ ઉપયોગથી ચૂકી જાય છે. તો મારાથી પણ અનુપયોગે જે કંઈ ભૂલ થઈ હોય તો તેની સંઘની આગળ માફી માગું છું. ધ્યાન વિચાર પુસ્તકની ઘણાઓ તરફથી માગણીઓ આવી, તેથી તેને બીજી વાર છપાવતાં શબ્દ વિગેરેમાં કોઈ કાઈ સ્થળે સુધારા વધારા કરવામાં આવ્યા છે. તેમજ ઉપયોગી પૂર્વક બને તેટલું સુધારવામાં આવ્યું છે. આ પુસ્તક અધ્યાત્મ જ્ઞાન પ્રસાર મંડળ તરફથી પ્રગટ થાય છે. આ પુસ્તકનાં પ્રફ સુધારવામાં પેથાપુર નિવાસી શા. મોતિલાલ પાનાચંદ તથા પરીખ રમણિકલાલ ડાહ્યાભાઈએ બંનેએ મદદ કરી છે. લે –બુદ્ધિસાગર. મુ–પેથાપુર, વિ. સં. ૧૯૮૦ આસે વિજયાદશમી. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 86