Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. સકામ નિર્જરા કરે છે. અને એકેન્દ્રિય, દ્વિીન્દ્રિય, આદિજીનેવિશેષ જ્ઞાન તે નથી, પરંતુ વધ, બંધન, છેદન, તાડના અને તર્જના આદિ કષ્ટ ભેગવવાથી તેઓને કર્મની નિર્જરા થાય છે, તે અકામનિર્જરા છે. નિર્જરાના બાર ભેદ છે. છ બાહા અને છ આત્યંતર, તેની ગાથા: अणसण मुणोअरिया, वित्तिसंखेवणं रसच्चाप्रो ॥ कायाकिलेसोसंलीणयाय, बजो तवो होइ ॥१॥ ભાવાર્થ-અનસન, ઉદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા એ છ બાહા તપ છે. એ છ બાહ્ય નિર્જરાના ભેદ છે. તથા આભ્યન્તરનિર્જરાના છે ભેદ કહે છે તેની ગાથા – पायच्छित्तं विणो, वेयावच्चं तहेव सञ्जाओ. ।। झाणं उस्सग्गोवित्र, अम्भितरो तवो होइ ॥ १॥ શબ્દાર્થ–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગ, એ છ આત્યંત૨ તપ ભેદ છે. ઈત્યાદિની આરાધના કરવાથી કર્મકલંક દૂર થાય છે. માટે હે ભવ્યજીવો! વ્રત પચ્ચખાણને આદર કરો. બાલ તપસ્વી ગ્લાની જ્ઞાનીનું વૈયાવચ્ચ કરો. જીર્ણોદ્ધાર કરો. શત્રુંજયાદિ તીર્થની યાત્રા, ચેત્ય, ભક્તિ, તથા ઉભય કાળ આવશ્યકકરણ કરે,કર્મસૂડન, કનકાવલી, સિંહનિકીડિત, વર્ષ પ્રમુખ તપ કરે. પોસહ, સામાયિક પ્રમુખ કરણી કરો. ગુરૂ ઉપદેશ વિનય પૂર્વક સાંભળો, તથા જ્ઞાનનો અભ્યાસ કરો. બીજા ભવ્યજીને જ્ઞાન ભણાવી સમ્યક્ત્વ દાન આપ કે જેથી મહાનિર્જ થાય. દ્રઢપ્રહારી તથા મેતાર્ય મુનિ, ઢંઢણકુમાર તથા સુકેશલ મુનિ વગેરેએ નિજાથી કઠીણું કામ ખપાવ્યાં છે. ગજસુકુમાર, મુનીશ્વરને ધન્ય છે કે જેને સોમીલ બ્રાહ્મણે માથાની ખોપરીમાં અંગારા ભરી મહાદુઃખ દીધે છતે પણ જરા માત્ર કોલ કર્યો નહીં, અને કઠણ કર્મ ખપાવ્યાં. વળી ચાર હજાર મુનિમાં ઉત્કૃષ્ટ અને જેની વીરભગવંતે પ્રશંસા કરી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86