Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 56
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાન વિચાર. परदोसे जयंतो न लहइ, अथ्थं जसं न पावइ ॥ सुयणं वि कुणइ सत्तुं, बंधइ कम्मं महाघोरं ॥१॥ ભાવાર્થ – ચેતન પારકાના દૂષણો કાઢતે છતે અર્થ કાંઈ પામતું નથી અને પારકાના અપવાદ દૂષણે બોલતે છત યશકીર્તિ પામી શકતો નથી, અને નિંદા કર્યાથી સજન, મિત્રને પણ નિંદક પુરૂષ પિતાને શત્રુ કરે છે, અને પરદોષ બેલતે છતે મહાઘોરકર્મ બાંધે છે. વળી અદેખાઈ, દ્વેષ વિના સંસારની કારણભૂત એવી પારકાના દૂષણની કથા થતી નથી. એ માટે નિંદકપણું વર્જવું. મનુષ્ય ધારે છે કે, પારકાના દૂષણ કાઢીશ એટલે મારી મોટાઈ થશે પણ તે જાણતું નથી કે કોયલા ચા લાલ મુખ કદી થાય જ નહિ. ઉલટું કાળું જ મુખ થાય, તેમ પારકી નિંદાથી પિતાની મહત્વતા ઓછી થાય છે, અને પરભવમાં દારૂણ દુ:ખ જોગવવું પડે છે. માટે આત્મહિતાથી જીવે પરનાં દૂષણ કદિ ઉચ્ચારવાં નહિ. વળી જીવે માયા પણ કરવી નહિ. કપટથી હજારો વર્ષ સુધી ચારિત્ર પાવ્યું હેય છે, તે પણ નિષ્ફળ થાય છે. માસ માસને અંતે પારણું કરે, અને લુખ્ખું અન્ન વહેરે, પણ જે મનમાં કપટ છે તે તેથી અનંત વખત જન્મ મરણ થશે –ભૂમિ શયન કરવું, કેશલુચન કરવું તે પણ સુકર છે, પણ માયાનો ત્યાગ કરવો દુષ્કર છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજીએ કહ્યું છે કે – નગ્ન માસ ઉપવાસીયા, સુણે સંતાજી, શીથલીએ કુશ અન્ન, ગુણવંતાજી; ગર્ભ અનંતા પામશે, સુણો સંતાજી, જે છે માયા મન્ન, ગુણવંતાજી! ઈત્યાદિ વરાનથી સમજીને માયાનો ત્યાગ કરે એજ હિતકારક છે. અઢાર પાપ સ્થાનકસેવવાથી અશુભ કર્મને બંધ થાય છે. માટે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86