Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાન વિચાર. હવે સંક્ષેપથકી ધર્મધ્યાનનું લક્ષણ કહે છે, કર્મરૂપી સમુદ્ર જે જન્મ જરા મરણરૂપીજકરી ભરેલું છે, તેમાં મોહરૂપી મોટા ભમરા પડી રહ્યા છે, અને કામરૂપી વડવાનલ અગ્નિ સળગી રહ્યો છે, અને તે કર્મરૂપી સમુદ્રમાં કષાયરૂપી ચાર પાતાળ કળશા છે, આશારૂપી મોટા વાયુ વાઈ રહ્યા છે, માઠા વિક૫સંકલ્પરૂપી કલેલ ઉછળી રહ્યા છે, કપટરૂપી મેટા મગરમચ્છ જ્યાં ત્યાં દોડાદોડી કરી રહ્યા છે, મિથ્યાત્વ, અવિરતિરૂપ જ્યાં મોટા ખડક લાગી રહ્યા છે. તૃષ્ણારૂપી ભરતી ઓટ જ્યાં થયા કરે છે, ભય અને શેકરૂપી પાણીની છોળો પર્વતને ભેદી નાંખે છે, ઉપર્યુક્ત કર્મરૂપી આ સંસાર સમુદ્ર છે. યાચનારૂપ સેવાલને સમૂહ જ્યાં ઘણે છે, દુખે કરીને પૂર્ણ થાય, એવું જે વિષય સુખ તે સમુદ્રને મધ્યભાગ છે. અજ્ઞાનરૂપી વાદળને અંધકાર ઘણે વ્યાપી રહ્યો છે, આપદારૂપી વીજળી પડવાને જ્યાં ઘણે ભય રહ્યો છે, એ જે સંસારસમુદ્ર તેને તરવાનો ઉપાય કહે છે. સમકિતરૂપ દઢ બંધને બાંધેલું અને અઢાર હજાર શિલાંગ રથ તે રૂપી પાટીયાં જ્યાં જડેલાં છે એવું ચારિત્રરૂપ જે ઝહાજ છે, ત્યાં જ્ઞાનીરૂપ નિર્ધામક એ ઝહાજ ચલાવનાર છે. સંવરરૂપી કીચે કરી પાટીયાના આશ્રવરૂપ છિદ્રોને પૂર્યા છે, જ્યાં મને ગુણિરૂપ સુકાન છે, તે આચારરૂપ મંડપે કરીને દીપતું છે, અને સાતનયરૂપ સાત માળે કરી શોભતું એવું વહાણ છે, અને ઉત્સર્ગ અને અપવાદરૂપ જેને બે માર્ગ છે, એવા વહાણમાં શુદ્ધ અધ્યવસાય રૂપ ઘણુ બળવંત ચોદ્ધાઓ ચઢયા છે, વળી જ્યાં યોગરૂપ સ્તંભ છે, તે સ્તંભ ઉપર અધ્યાત્મરૂપ શઢ જ્યાં ચઢાવે છે, હવે એ શઢ રૂપી અધ્યાત્મજ્ઞાન થકી પ્રગટ થયે તારૂપ પવન, અનુકુળ વાતે થકો સંવેગરૂપવેગે કરીને ચારિત્રવહાણ ચાલ્યું જાય છે, તેમાં મહા મુનિરાજ બેઠા છે, તે મુનિરાજ મહા અદ્ધિના ઘણ છે, બાર ભાવના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86