________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૨૫
પણ જેવારે દ્વિપાયને દ્વારિકાને દાહ કર્યો, તે વારે કેઈથી કંઈપણ રખાણું નહિ અને આખી નગરીને ક્ષય થઈ ગયે, અને કૃષ્ણ અને બળભદ્ર એ બન્ને ભાઈએ માતા પિતાને લઈ ચાલવા માંડયું, તે પણ બન્નેને લઈ નીકળાયું નહીં, અને માતા, પિતા પણ બળી મુઆ. વાસુદેવ, બળદેવ સરખા મહાદ્ધાથી પણ માતા, પિતાનું રક્ષણ થયું નહીં. વનમાં બન્ને પણ નગરીને બળતી જોતા જોતા તથા પિતાની ઋદ્ધિને નાશ, તથા છપ્પન કુળ કટી જાદવ વગેરેને નાશ દેખી એકાકી ચાલવા માંડયું, અને વગડામાં જરાકુમારના હાથથી કૃષ્ણનું મૃત્યુ થયું. તે કર્મને ઉદય છે. જેથી મૃત્યુથકી બચાવનાર કેઈ નથી. વળી સુભૂમનામ આઠમે ચક્રવર્તિ કે જેની સેવામાં પચ્ચીશ હજાર દેવતા હતા, તે પણ સમુદ્રમાં બુડી મરણ પામ્ય કોઈ રાખી શક્યું નહીં. આયુષ્ય આવી રહ્યું ત્યારે દેવતા નાશી ગયા. માટે આ સંસારમાં કઈ કઈને શરણભૂત નથી; તો ફેગટ પુત્ર ઉપર અને સ્ત્રી ઉપર માયા મમતા રાખી, હે ચેતન ! કેમ કર્મ બાંધી ભારે થાય છે? જે જે કર્મ બાંધે છે. તે હે ચેતન ! અવશ્ય ભોગવવા પડશે. એમ મનમાં વિચાર.
નાના પ્રકારના શાસ્ત્રવિને જાણનારા તથા અનેક પ્રકારના મંત્ર તંત્રો જાણનાર, તથા અનેક પ્રકારના રોગોની ચિકિત્સા જાણનારા, એવા પુરૂષોની કુશળતા કાળની સામે કંઈ પણ કરવામાં સમર્થ થઈ નહીં. તથા મહાશૂરવીર હૈદ્ધાઓથી વિંટાએલા એવા સર્વ પુરૂષ, કાળના મુખમાં ખેંચાતા જાય છે. અત્યંત દિલગીરી કે, પ્રાણુઓને કેઈનું શરણ નથી. વળી પૃથ્વીનું છત્ર, તથા મેરૂને દંડ કરવાને જે સમર્થ, તેમજ જેને જરા પણ કલેશ નહોતે, તથા જેની સેવામાં કોડ દેવતા જઘન્યથી રહેતા હતા, એવા અનંત બળવાન તીર્થંકર ભગવાન પણ લેકોને મૃત્યુથકી બચાવવાને સમર્થ થયા નહીં. તે પછી બીજે કશું સમર્થ છે?
For Private And Personal Use Only