Book Title: Dhyanavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 51
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ધ્યાન વિચાર. તે જીવનું જઘન્યથકી આયુષ્ય અંતર્મુહુર્તનું હોય છે, ઉતકૃષ્ટ કોડ પૂર્વ વર્ષનું હોય છે, જે જીવ ઉપજે તેના પિતાની સંખ્યા કહે છે. એક હય, અથવા બે હેય. અથવા નવસે પિતા હય, સ્ત્રીની જમણ કુખે પુત્ર હોય છે, ડાબી કુખે પુત્રી હોય છે, અને મધ્ય ભાગમાં નપુંસક હોય છે. મનુષ્ય ઉત્કૃષ્ટ કાલ–ગર્ભમાં બાર વર્ષ રહે છે. તિર્યંચ ગતિમાં ઉત્કૃષ્ટ આઠ વર્ષ રહે છે. ગર્ભમાં જીવ પ્રથમ સમયે માતાનું રૂધીર અને પિતાનું વીર્ય એ બેને આહાર કરે છે. તેવાર પછી તેનું જ શરીર બાંધે છે, યાવત ષ પર્યાતિ પૂરી કરે છે એમ કરતાં જ્યારે સાત દિવસ થાય છે ત્યારે પાણીના પરપોટા જેવડા થાય છે, તે વાર પછી આંબાની ગોટી જેવડે થાય છે, તે વાર પછી માંસની પેશી જેવડા થાય છે, એમ અનુક્રમે ચેથે મહીને માતાના અંગનો વધારો થાય છે. પાંચમે માસે પાંચ અંગ થાય છે, છઠે માસે રૂધીરને સંગ્રહ થાય છે. સાતમે માસે સાતમેં નાડી બંધાય છે તથા પાંચસે પેસી બંધાય છે તથા, નવ ધમણી નાડી થાય છે તથા રામરાજી પ્રગટે છે. રેમે કરી આહાર ગ્રહણું થાય છે અને સમયે સમયે પરિણમે છે. સર્વ શરીરે મળીને સાડીત્રણ કોડ રેમરાજ હોય છે, આઠમે માસે સર્વ અંગે પાંગ સંપૂર્ણ થાય છે. ગર્ભમાં રહેલ જીવને લઘુનીતિ. વડીનીતિ, સળેખમ, બળખા પ્રમુખ કાંઈ હોતા નથી, ગર્ભમાં રહ્યો થકે જે આહાર જીવ કરે તે આહાર ઇંદ્રિયની પુષ્ટિ કરે છે, અને હાડ તથા મેદ પ્રમુખની વૃદ્ધિ કરે છે, ગર્ભમાં માતા આહાર લે તે ગર્ભને જીવ પણ આહાર લે છે. માતા દુઃખી થાય તો ગર્ભને જીવ પણ દુઃખી થાય છે, ગર્ભમાંથી જીવ ચવે તે નરક, તિર્યંચ, દેવતા, અને મનુષ્ય એ ચાર ગતિમાં ઉપજે છે. માતા સુવે તે પોતે સુવે છે, માતા જાગે તે પોતે જાગે છે, એવી રીતે અશુચિ અપવિત્રથી ભરેલે જીવ, ગર્ભવાસનું અનંતુ દુઃખ ભોગવે છે. મહામળ મૂત્રના ભરેલાં સ્થાનકમાં વસવું પડે છે એવી રીતે નવમાસ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86