Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ પણ તેઓ છકાયનાં પિયર ( સમાજનાં માબાપ ) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ધણા ઉપયેાગી થઇ શકે.” તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છ: પવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તત્ત્વ જાળવી અલગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકે છાપવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકા તૈયાર થશે એવી ધારણા છે. આ પુસ્તકનું સંપાદન પણુ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાય' એવી વિગતે જાળવીને થાય એ જરૂરી હતુ. એ માટે પણ શ્રી. મણિભાઇ લાખડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચદ જૈનનુ નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા ખેલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી, અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચદ્રજીએ આવુ સર્વાંગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું; તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવ સે।સાયટીમાં રહેતા વેારા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતા સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી. પદમશીભાઇ તથા બીજા પાસેથી સહકાર અપાવેલ છે તે બદલ તેઓશ્રીના આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શકત કે કેમ? તે સવાલ હતા, અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જૈન કે જેમણે અનેક જવાબદારી હોવા છતાં આ કામને ધર્મકા માની સમયસર સંપાદન કર્યું છેતેમને પણ આભાર માનીએ છીએ. પૂ. શ્રી. દંડીસ્વામી, શ્રી. માટલિયા, વિશ્વવાસહ્ય પ્રાયેાગિકસંધ વગેરેએ પણ પ્રેરણા આપી છે, તેથી તેમનેા અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સદ્દકાર આપ્યા છે તેમને પણ અમે આભાર માનીએ છીએ. સાધુસંત, સાધ્વી, સેવા અને જનતા આ પુસ્તકોના અભ્યાસ કરી સ્વપર કલ્યાણનેા સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશ છે, તા. ૨૪-૪-૬૨ સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મુંબઇ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 276