Book Title: Buddha Ane Mahavir Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 9
________________ ભારતને પ્રાચીનકાળ લાગ્યો હતો, અને આજના હિંદુને પાય તે સ્વાભાવિક જ લાગે. આ મતનું મૂળ શોધવાને આપણે ભારતના આદિવાસીઓને બારણે જવું જોઈશે; જેમને -જર્મન પ્રવાસીઓએ જિતી લીધા હતા અને પિતાના ધર્મમાં ભેળવી દીધા હતા. પ્રાચીન વેદકાળમાં તે આપણું ઇંડો જર્મન પ્રજામાં પુનર્જન્મના મતનું કઈ નામ નિશાન નહોતું. પણ છતાં યે પ્રાચીન ગ્રીકે મરણ પછીના જીવનને અને એવી પારલૌકિક વાતને માનતા. વેદકાળના પછી કેટલાક વર્ષ વીતતે તે ભારતમાં એ મત સર્વત્ર વ્યાપી ગયો. આમ એ મત આદિવાસીએનો મત હતું, ત્યાંની ભૂમિનો સ્વાદ એ ફળમાં આવ્યો હતો, - હવે ત્યારે પુનર્જન્મના મતમાં શો ભાવ રહેલો છે? એમાં બે ભાવ છે;-ઘણાખરા વિચારકે જણાવે છે એમ ધર્મના સિદ્ધ થએલા સ્વરૂપમાં એના બે ભાવ છે. એક તો, મૃત્યુ પછી જીવન ચાલુ રહેતું નથી, પણ બીજ કે સ્વરૂપમાં રહે છે, અને મરનારને આત્મા બીજી કોઈ નિમાં–માણસની કે કઈ ઇતર પ્રાણીની યોનિમાં-અવતરે છે. એ મતનો બીજો ભાવ એવો છે-અને જે વધારે મહત્વનો છે; ધાર્મિક વિચારકે જેને વધારે મહત્વ આપે છે-તે એવો છે કે પુનર્જન્મના મત પ્રમાણે આજનું જીવન પુણ્ય ફળ કે પાપ ફળ પામશે અર્થાત પુણ્ય જીવો મરણ પછી સારે જન્મ પામશે અને પાપ છો કોઈ નબળો જન્મ પામશે. આમ પુનર્જન્મને આધારે વિશ્વ-વ્યવસ્થાની નૈતિક યોજના રચાય છે. સિદ્ધાન્ત એવો છે જે પુણ્ય જીવોને તેમ જ પાપજીને તેમના કર્મનાં ફળ આ જ જન્મમાં પૂરી રીતે મળી શકતાં નથી; આથી એવો જ તર્ક બાંધવો ઘટે કે આજ સુધીના જીવનને સાંધનારું બીજું નવું જીવન હોવું જોઈએ. વળી આ આખા મતને પરિણામે જીવનની વતમાન સ્થિતિનું કારણ પણ સ્પષ્ટ થાય છે; જીવે ગયા અવતારમાં જે પુણ્ય કર્મ કર્યા હોય તે ઉપર એના આ જન્મના સારા ફળને આધાર છે, અને તેવી જ રીતે આ જન્મનાં નબળાં ફળ તે ગયા જન્મના પાપકર્મને લીધે છે. એ મત પ્રમાણે અનેક જન્મ થાય છે અને એને પરિણામે વર્તમાન જન્મનું કારણ કેવું કલ્પાય છે એનું હાસ્યજનક ઉદાહરણ આપું, જયારે કઈ અંગ્રેજ પોતાના કુતરાને ગાડીમાં બેસાડે છે, ત્યારે ચતુર હિંદુ આશ્ચર્ય પામશે અને કહેશે કે આ કુતરે એના પૂર્વજન્મમાં બહુ પુણ્યકર્મ કર્યા હોવા જોઈએ જેને પરિણામે આ જન્મમાં એ ગાડીમાં બેસવા જેવું સુખ પામે છે. વળી પૂર્વજન્મને અનુસરતું સ્મરણ પણ હોય છે. જેને પૂર્વજન્મના મતમાં પુરેપુરી શ્રદ્ધા છે, તેનામાં દિવ્ય શક્તિ આવે છે, તેની કંલ્પના અને વસ્તુસ્થિતિ વચ્ચેની સીમા ટળી જાય છે અને તેથી એને પૂર્વજન્મનું સ્મરણ તરી આવે છે; આવા દિવ્ય સમરણ કરીને વર્તમાનસ્થિતિને એ સારી રીતે સમજી શકે છે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58