Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 47
________________ સમાપ્તિ ભાગ પિતાને હિસાબ આપવામાં રોહિણી સ્વાભાવિક રીતે જ સૌથી સરસ ઉતરી, એને પિતાના દાણ વધારવાની આકાંક્ષા થઈ અને તેથી ધીરે ધીરે એણે પિતાને ભંડાર ભરી દીધો. એનું આચરણ જાણવામાં આવતાં ધન શેઠે આ પુત્રવધૂને પોતાના ઘરના અને કુટુંબના વ્યવહાર ઉપરની કુલ સત્તા સોંપી, અને બધા વિષયમાં એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે. સારાંશ જે પાંચ મહાવ્રત પાળીને જ સંતોષ નથી પામતે, પણ એને વિસ્તારીને પાળે છે તેને આ રોહિણની પેઠે આ ભવમાં ધર્માત્માઓ પૂજે છે અને પછી એ મુકિત પામે છે. વાચક જોઈ શકશે કે આપણું આ દષ્ટાત બહુ સંભાળથી યોજી કહ્યું છે અને એમાં સ્ત્રીઓનાં નામ પણ ભાવસૂચક રાખ્યાં છે. મહાવીર અને બુધ્ધ બંને વિચાર પ્રદેશમાં બહુ સારી રીતે કેળવાએલા હતા, તેથી એમણે આપેલાં દૃષ્ટા અને બીજાં કથને પણ સારી રીતે વિસ્તારથી અને પધ્ધતિસર છે. વળી એ બંને ઉપદેશક-અને તેમાં યે મહાવીર કરતાં બુધ વધારે–પ્રાચીન ભારતની શિક્ષા પ્રણાલીને અનુસરી, ફરી ફરીને આવતા એના એ જ પ્રસંગને અથવા વિચારને એના એ જ શબ્દોમાં વર્ણવે છે, અને તેથી એવાં પુનરાવર્તનને કારણે ઘણી વખત આપણને કંટાળો આવે છે, કારણ કે આપણને તે વિવિધતા વધારે ગમે છે; પણ એવાં પુનરાવર્તનથી ભારત શ્રેતાઓનું, ઉપદેશના વિચાર ગ્રહી લેવાનું તેમને દઢ કરી દેવાનું ને સ્મરણમાં રાખવાનું કામ બહુ સફળ થઈ જાય છે. આપણે જોઈએ છીએ જે બાઈબલના નવા કરારમાં આવતી સુવાર્તાઓમાંના આવા જ પ્રસંગે શિથિલ અને અપૂર્ણ છે અને એના કરતાં આપણું આ કથાના પ્રસંગ બરાબર નિશ્ચિત ભાવે અને પદ્ધતિસર વર્ણવીને એને દૃષ્ટાન્તનું સ્વરૂપ આપવામાં વધારે કુશળતા દાખવી છે. ભારત પદ્ધતિ અને પ્રકટીકરણ સાથે સરખાવતાં. ક્રાઇસ્ટમાં એ પ્રકારનો વિકાસ બહુ અ૫ છે. માથીની સુવાર્તામાં ૧૨૫ઃ ૧૪ થી ) એક માણસનું દૃષ્ટાન્ત આવે છે. પરદેશ જતી વેળાએ એ પિતાના ત્રણ ચાકરીમાંથી એકને પાંચ ટેલટ (ડ), બીજોને બે અને ત્રીજાને એક આપે છે અને એ દરેકની શક્તિને અનુસરીને છે; પહેલા બે એમાંથી નફો કરે છે, ત્રીજે પિતાના ટેલષ્ટને દાટી રાખે છે. પણ વળી લુકની સુવાર્તામાં (ઃ ૧૨ થી) એક ઉમરાવોની વાત આવે છે. રાજપાટ મેળવવાને એ ઉમરાવ પરદેશ નિકળે છે, તે વેળાએ પિતાના દશ ચાકરેને દરેકને એક એક પૌડ આપે છે. તે જ્યાં સુધી હું આવું ત્યાં સુધી એ પૌડ રાખજો' એમ જણાવે છે. જ્યારે એ પામ આવે છે ત્યારે જુએ છે કે પહેલો ચાકરે એક માંથી દર્શ પીડ કમાય છે અને એને જ દશ ગામને અધિકાર છે. બીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58