________________
બુદ્ધ અને મહાવીર નદીના પ્રવાહને પણ વાયુ સુકવી શકે છે; મારા લક્ષ્ય પહોંચવા પ્રયત્ન કરતે જે હું, એનું લેહી એ શા માટે નહિ સુકવે? ૧૦
ત્યારે લોહી સુકાશે, કફપિત્ત પણ સુકાશે, માંસ જ્યારે સુકાશે, ત્યારે આત્મા વધારે શાતિ પામશે અને મારું ધ્યાન અને મારું જ્ઞાન અને મારો યોગ વધારે દઢ થશે. ૧૧ એમ કરતે કરતે જે હું મૃત્યુ દુઃખને પામીશ, તે આત્મા મૃતદેહને નહિ જુએ; આત્માની વિરૂધ્ધતા જુઓ ! મારામાં ઈચ્છા છે, વળી વીર્ય છે; તેમ જ જ્ઞાન અને પ્રાપ્ત થયું છે. જગતમાં હું એવું કંઈ જેતે નથી, જે મારામાં વિર્ય છતાં મને નમાવી શકે આહ! છેક સામાન્ય જીવન કરતાં તો જીવનને હણનારું મૃત્યુ ભલું! હારીને હું જીવ્યા કરે તેના કરતાં તે જુદ્ધમાં મારે મરવું ભલું, ઇચ્છો તારો પહેલો સૈનિક છે, બીજાનું નામ નરાનંદ છે, ભૂખ તરસ એ તારે ત્રીજે છે, ચોથાનું નામ તષ્ણ છે. મૂઢતાને આળસ તે પાંચમે ને ભય તે જ કહેવાય, તારે સાતમે તે દિધા જે દંભ તથા અભિમાન તે આઠમો. અને બીજા તે લાભ, કંઇ કીર્તિ, માન તથા બીજા આદર કરે નહિ; છતાં ય પિતે પિતાની જાતને વખાણે, એવો બેટ ઉપજાવેલો દેખાવ. ૧૭ આ તારી સેના છે, નમુચિ, કાળ બળની આ જુધ્ધ સેના છે ! જે વીર નથી તે વિજય પામે ના અને વિજય પછી લાભ પણ પામે ના!
ભારની સેના ચારે દિશાએ જોઉં છું, પિતાના સાથીઓ સાથે માર ઘેરે છે; છે જેથી જુદ્ધમાંથી હું નિકળી જાઉં, કે એ મને સ્થાનભ્રષ્ટ કરે નહિ. ૧૯
સમસ્ત જગતને અને દેવને જિતનારી તારી આ સેનાને, * મારા જ્ઞાનને બળે વિખેરી નાખીશ, પત્થર વડે જેમ કાચા માટીના ઘડાને. ૨૦ ઇરછાઓને સંયમમાં લાવીને અને ધ્યાને દઢ કરીને પછી,
હું દેશ થકી દેશ ફરીશ ને શ્રેતાઓને ઉપદેશ આપીશ. - એ બધા ગંભીર ભાવે લક્ષ્ય પૂર્વક મારી આશાઓ પુરી કરશે ને
તારી ઈચ્છા વિરુધ્ધ જશે, જ્યાં જઈને નિરાશ થશે નહિ. . ૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com