Book Title: Buddha Ane Mahavir
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 56
________________ 4동 બુદ્ધ અને મહાવીર જડમતિને એથી કંટાળો આવે છે, એનાથી એ ગુપ્ત, ગૂઢ, ઢંકાએલું છે ? સંસારવાસનાએ જેના વિચારને રાત્રિ વડે ઘેર્યા છે તેને દેખાડવું નહિ. તથાગતે આમ વિચારીને શાન્તિમાં રહેવાનું અને જ્ઞાનને નહિ ઉપદેશવાને હદય સાથે નિર્ણય કર્યો. (જગપિતા) બ્રહ્મન સહપતિએ પોતાના વિચાર ધારા તથાગતના વિચાર જાણ્યા ને મનમાં બેલવા લાગ્યા તથાગતનું, પવિત્રતમ બુદ્ધનું હૃદય શાન્તિમાં રહેવાનું અને જ્ઞાનને નહિ ઉપદેશવાને નિર્ણય કરશે તો જગત્ ખરે જ અસ્ત પામશે, જગત ખરે જ પ્રલય પામશે. પછી બ્રહ્મન સડપતિ બ્રહ્મસ્થાન છોડીને ચાલ્યા ને માણસ વળેલા હાથને લંબાવે કે લંબાવેલા હાથને વાળે એટલા જ સમયમાં ઉતાવળે વેગે આવીને તથાગતની સંમુખ આવી ઉભા રહ્યા. (તથાગતને માન આપવાને માટે) બ્રહ્મન સહસ્પતિએ ઉપરણે ખસેડી લઈ પિતાને એક ખ ઉઘાડે કર્યો, જમણ ઢીંચણ ભૂમિએ અડાડ્યો, અને તથાગતની સામે હાથ જોડીને બાલવા લાગ્યા પ્રભુ તથાગત જ્ઞાનને ઉપદેશ કરે, પારપૂર્ણ ભગવાન જ્ઞાનનો ઉપદેશ કરે. એવા કેટલાક જીવ હોય છે, જે સંસારની મલિનતાથી વિશુદ્ધ હોય છે, પણ જો એ જ્ઞાનને ઉપદેશ સાંભળવા પામે નહિ તો નાશ પામે. ઉપદેશથી આ જીવો જ્ઞાન પામશે. એમ બ્રહ્મન સમ્પતિ બયા; એટલું બોલીને વળી પાછું આમ બોલ્યાઃ ભગવદેશમાં આજ ઉત્પન્ન થયા છે અશુદ્ધ છવ, પાપી માણસેના ઉપદેશ. જ્ઞાની, શાશ્વતનાં દ્વાર તું ઉઘાડ, પાપનાશક, જે તું જાણે છે તે સંભળાવ. પર્વતના શિખર ઉપર જે ઉભે રહે છે એની દષ્ટિ દૂર દૂર બધા લોક ઉપર પડે છે. તું પણ, જ્ઞાની, ઉંચે ચઢ, જ્યાં સત્યની ભાવના જમીનથી ઉંચે હોય, અને ત્યાંથી, દુઃખનાશક, જન્મ જરાએ પીડાતી માણસજાત ઉપર દષ્ટિ કર. " ધન્ય ધન્ય, યુદ્ધવીર, વિજય પામ, જગતુમાં વિચર, પાપનાશક માર્ગદર્શક, તારા શબ્દ ઉચ્ચાર, આર્ય અનેક તારે શબ્દ સમજશે. * (બ્રહ્મનની ઉપર પ્રમાણેની સૂચનામાં બુદ્ધને શંકા લાગી ને માન્યું કે સત્યને ઉપદેશ કરો એ નિષ્ફળ પ્રયત્ન છે. છતાં યે બ્રહ્મને બીજી વાર એની એ પ્રાર્થના કરી; છેવટે એ સૂચના પ્રમાણે કરવાનું બુદ્દે સ્વીકાર્યું.). તેવી જ રીતે પડ્યૂસરોવરમાં કેટલાંક પડા, કમળ ને અરવિંદ પાણીમાં જન્મ પામે છે, પાણીમાં વધે છે, પણ પાણી બહાર નિકળતાં નથી અને પાણીની અંદર જ ખીલે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58