________________
- બુદ્ધ અને મહાવીર
આ સ્ત્રીઓના આચાર વિચારની-અને ખાસ કરીને ઘર સાચવવાની એમની કાળજીની અને ધર ચલાવવાની એમની બુધ્ધિની-પરીક્ષા કરવાનો વિચાર એક દિવસ એ શેઠના મનમાં આવ્યો. એટલા માટે એ દરેક પુત્ર વધુને એણે ડાંગરના પાંચ પાંચ દાણ સંપ્યા અને એમને કહ્યું કે હું પાછા માગું ત્યાં સુધી એ દાણાને તમારે સારી રીતે સાચવવા. સૌથી મોટી જે જિઝકા (= ઉડાઉ) હતી એણે તો એ વાત ધ્યાનમાં પણ ના લીધી; એણે તો વિચાર્યું જે વડીલના કોઠારમાં ઘણીયે ડાંગેર ભરી છે, ત્યારે આટલા દાણ સાચવવાની મારે શા માટે ચિન્તા કરવી? જ્યારે એ દાણું એ પાછા માગશે, ત્યારે હું બીજ પાંચ લાવીને આપી દઇશ. એ વિચાર કરીને એણે એ દાણું ફેંકી દીધા. બીજી પુત્રવધૂ જે ભગવતી ( વિલાસ કરનારી ) હતી એણે પણ એવા જ વિચારે પોતાના દાણા ફેંકી દીધા. ત્રીજી જે રક્ષિકા ( સાચવનારી ) હતી એણે એ દણુને લુગડામાં વીંટાળીને પિતાના દાગીનાના ડબામાં મુકી ઉશીકા નીચે મુક્યા. પણ એથી જે રોહિણી ( વધારનારી ) હતી તેણે એ દાણા વાવ્યા ને લયા. એમાંથી પેદા થએલા દાણું ફરી વાવ્યા ને ફરી લણ્યા અને એમ કરતે કરતે પાંચ વર્ષમાં તો એક મેટ ઠાર ભર્યો.
હવે ધને પિતાની પુત્રવધૂઓ પાસેથી તેમને પોતે સંપેલા દાણું પાછા માગ્યા.
ઉજિઝકાએ બીજા પાંચ દાણા ધર્યા, પણ એની ઠગાઈ પકડાઈ આવતાં જ એને તે કબુલ કરવી પડી અને રોજ ઘરની રાખ સાફ કરવાની સજા થઈ–સારાંશ જે માણસ સાધુ અથવા સાધ્વી થઈને પાંચ મહાવ્રત પાળતું નથી. પણ ફેંકી દે છે તે આ ઉજિઝકાના જેવો ને અને એના જેવી જ સજા એને ભોગવવી પડે છે. - ભગવતીનું આચરણ પણ પકડાઈ આવ્યું ને એને પણ સજા થઈ, પણ એની સજા એની જેઠાણીના કરતાં ઓછી હતી, કારણ કે એણે સસરાની આજ્ઞાની અવગણના અવનાને કારણે નહિ પણ વિલાસિતા અને બેદરકારીને કારણે કરી હતી અને એને ઘંટી
ળવાનું અને રસાઈ કરવાનું કામ હૈયું-સારાંશ: જે સાધુઓ અને સાધ્વીઓ પંચમહાવ્રત પ્રત્યે બેદરકાર રહે તેમને ભગવતીના જેવી સજા ભોગવવી પડે.
- રક્ષિકાએ પિતાના સસરાની આજ્ઞા શબ્દો પ્રમાણે જ પાળી, તેથી બદલામાં એને ઘરની સામાન્ય દેખરેખ રાખવાનું કામ સોંપાયું-સારાંશઃ પંચમહાવ્રતાનું જે માણસ શબ્દ શબ્દ પ્રમાણે પાલન કરે છે તેની આ રક્ષિકાની પેઠે સાધુએ અને પવિત્ર શ્રાવકે સ્તુતિ કરે છે અને તેને માન આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com